I.N.D.I.A. ગઠબંધન દ્વારા સુધીર ચૌધરી, રબીકા લિયાકત, અમીશ દેવગણ સહીત 14 ન્યુઝ એન્કરોનો બહિષ્કાર

news-anchor

નવી દિલ્હીમાં સંકલન સમિતિની બેઠક બાદ I.N.D.I.A. ગઠબંધન દ્વારા ન્યુઝ એન્કરોનું બહિષ્કાર કરવાની જાહેરાત

ગઈ કાલે નવી દિલ્હીમાં વિપક્ષી દળોનાં ગઠબંધન I.N.D.I.A.એ પોતાની સંકલન સમિતિની બેઠક બાદ નેશનલ ન્યુઝ ચેનલનાં કેટલાક ન્યુઝ એન્કરોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. તેનાં એક દિવસ પછી એટલે કે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ બહિષ્કાર કરાયેલ 14 ટેલિવિઝન ન્યૂઝ એન્કરની સૂચિ પણ સામે આવી છે. આ સૂચિ પ્રમાણે 14 એન્કરોના શોમાં I.N.D.I.A ગઠબંધનના કોઈ નેતાઓ નહીં જાય. બહિષ્કાર કરવામાં આવેલ આ એન્કરોના લિસ્ટનું કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા X પર ટ્વિટ કરવામાં આવ્યું હતું. I.N.D.I.A.ગઠબંધનની સંકલન સમિતિની બેઠક NCP ના વડા શરદ પવારના નિવાસ્થાને યોજાઈ હતી. જેમાં સમિતિના 13માંથી 12 સભ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક પછીના સંયુક્ત નિવેદન મુજબ પીએમસીના અભિષેક બેનર્જી મીટીંગમાં ભાગ લઈ શક્યા નહીં, કારણ કે તેમનો ઈડીનો સમન્સ હતો.

બહિષ્કાર કરવામાં આવેલ ન્યુઝ એંકરોનાં નામની યાદી

  1. અદિતિ ત્યાગી
  2. અમન ચોપડા
  3. અમિષ દેવગણ
  4. આનંદ નરસિંહમાં
  5. અર્ણબ ગોસ્વામી
  6. અશોક શ્રીવાસ્તવ
  7. ચિત્રા ત્રિપાઠી
  8. ગૌરવ સાવંત
  9. નાવિકા કુમાર
  10. પ્રાચી પરાસર
  11. રુબિકા લિયાકત
  12. શિવ અરુર
  13. સુધીર ચૌધરી
  14. સુશાંત સિંહા

I.N.D.I.A સંકલન સમિતિની બેઠકમાં 4 નિર્ણય લેવામાં આવ્યા

I.N.D.I.A સંકલન સમિતિની બેઠકમાં 4 નિર્ણય લેવામાં આવ્યા

  1. સીટોની વહેંચણી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સભ્ય શક્ય તેટલી વહેલી તકે સીટની વહેંચણી વિશે વાત કરશે અને નિર્ણય લેશે.
  2. સમિતિએ દેશના જુદા જુદા ભાગોમાં સંયુક્ત જાહેર રેલી યોજવાનું નક્કી કર્યું છે. ભોપાલમાં ભાજપ સરકારમાં ફુગાવવા, બેરોજગારી અને ભ્રષ્ટાચારના તે મુદ્દે પ્રથમ સંયુક્ત જાહેર રેલી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં યોજાશે.
  3. સંકલન સમિતિની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે કાસ્ટ સેન્સનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
  4. સમિતિમાં કેટલાક ન્યુઝ ચેનલોના એન્કરના નામ નક્કી કર્યા છે, જેના કાર્યક્રમમાં I.N.D.I.A ગઠબંધનના પ્રવક્તાઓ અને પ્રતિનિધિઓ મોકલશે નહીં તેવી એક સૂચિ બહાર પાડવામાં આવી છે.