બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Rain

આગામી 15થી 21 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાત રાજ્યમાં આવતી કાલથી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં સારો એવો વરસાદ સર્જાયેલા લો પ્રેશરના કારણે પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 16થી 19 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 અને 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં 15થી 21 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
વલસાડમાં પણ પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે પવન સાથે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.