સનાતન ધર્મ અંગેના નિવેદન પર મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું : તમિલનાડુના સીએમ ઉધયનિધિ

Udhayanidhi

ઉધયનિધિએ 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું
તમિલનાડુના સીએમ ઉધયનિધિએ કહ્યું- અમે કોઈ ધર્મના દુશ્મન નથી
ઉદયનિધિનાં પિતા સ્ટાલિને કહ્યું : PMએ સત્ય જાણ્યા વગર ટિપ્પણી કરી

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન બાદ સનાતની લોકોમાં રોષ ઉભરી આવ્યો હતો. હવે 4 દિવસ પછી આ અંગે તેમણે પહેલીવાર સ્પષ્ટતા આપી છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે, ‘તે કોઈ ધર્મના દુશ્મન નથી અને તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.’ આ અંગે ઉધયનિધિએ ગુરુવારે 4 પાનાના નિવેદનમાં તેમના વિચારો સ્પષ્ટ કર્યા. આ સાથે ઉધયનિધિના પિતા એમકે સ્ટાલિને પોતાના પુત્રનો બચાવ કર્યો હતો. સ્ટાલિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું – ભાજપે ખોટી વાર્તા ફેલાવી છે. પીએમએ પણ સત્ય જાણ્યા વિના આ અંગે ટિપ્પણી કરી. બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને સનાતન વિવાદ પર કડક જવાબ આપવા કહ્યું હતું.

ઉધયનિધિ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન વિશે મોટી બાબતો

  • ધ્યાન ભટકાવવા માટે મોદી એન્ડ કંપની સનાતન યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે.
  • મોદી ભારતમાં મણિપુર અંગેના પ્રશ્નોનો સામનો કરવાથી ડરે છે અને તેમના મિત્ર અદાણી સાથે વિશ્વભરમાં ફરે છે. સત્ય એ છે કે લોકોની અજ્ઞાનતા જ તેમના નાટકીય રાજકારણની મૂડી છે.
  • છેલ્લા 9 વર્ષથી તમારા (ભાજપ)ના તમામ વચનો પોકળ રહ્યા છે. તમે ખરેખર અમારા કલ્યાણ માટે શું કર્યું છે તે પ્રશ્ન હાલમાં સમગ્ર દેશ ભાજપ સરકાર સામે એકતામાં ઉઠાવી રહ્યો છે.
  • આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ફેક ન્યૂઝના આધારે મારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા.

સનાતન વિવાદની સમય રેખા

સપ્ટેમ્બર 2 : ઉધયનિધિ સ્ટાલિન ચેન્નાઈમાં સનાતન નાબૂદી કાર્યક્રમમાં હાજરી આપે છે. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉધયનિધિએ કહ્યું- જે રીતે મેલેરિયા અને કોરોનાને દૂર કરવું જરૂરી છે, તે જ રીતે સનાતન માટે પણ જરૂરી છે. ઉદયનિધિની આ ટિપ્પણી પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ લખ્યું

3 સપ્ટેમ્બર : ઉધયનિધિએ સનાતન ધર્મને નાબૂદ કરવાની તેમની ઇચ્છાનો ફરીથી પુનરોચ્ચાર કર્યો. કહ્યું- મેં માત્ર સનાતન ધર્મની ટીકા કરી છે અને સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ. હું આ સતત કહીશ. કેટલાક લોકો બાલિશ વર્તન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં નરસંહાર માટે આમંત્રણ આપ્યું છે. ઉધયનિધિએ કહ્યું- પીએમ મોદી પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, તો શું તેનો મતલબ એવો થાય છે કે કોંગ્રેસીઓને મારવા જોઈએ?

6 સપ્ટેમ્બર : ચેન્નાઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે ઉધયનિધિએ કહ્યું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે. તેઓ હિંદુ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ જાતિ ભેદભાવ જેવી સનાતન પ્રથાઓ વિરુદ્ધ છે. સંસદના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવું એ તેનું નવીનતમ ઉદાહરણ છે.