ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

Team-India

ભારતમાં રમાનાર વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

ભારતમાં યોજાનારા ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના ચીફ સિલેક્ટર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. શ્રીલંકાના કેન્ડીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકર સાથે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્મા પણ હાજર રહ્યા હતા. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માનાં હાથમાં રહેશે જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે.

આઈસીસી વર્લ્ડ કપ 2023 આગામી 5 ઑક્ટોબરથી ભારતની યજમાનીમાં શરૂ થવાનો છે. આજથી એક મહિના બાદ ચાહકો તેમની મનપસંદ ટીમને વર્લ્ડ કપમાં રમતા જોવા માટે આતુર છે. મોટાભાગના દેશોએ તેમના સ્કવોર્ડની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભારતીય ટીમે પણ આજે તેના સ્કવોર્ડની જાહેરાત કરી દીધી છે.

જાહેર કરાયેલ ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

ભારત 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. ભારતમાં રમાનાર વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

શ્રીલંકામાં ચાલી રહેલા એશિયા કપ માટે ભારતની ટીમના જે 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી જ 15 ખેલાડીઓને ICC વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયા કપ ટીમમાંથી તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.

ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ લીગ સ્ટેડમાં કુલ 9 મેચ રમશે. ભારતીય ટીમ તેની તમામ 9 લીગ મેચો અલગ-અલગ મેદાનો પર રમતી જોવા મળવાની છે. ભારતીય ટીમ અમદાવાદ, ધર્મશાલા, મુંબઈ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ અને પુણેમાં પોતાની મેચ રમશે.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં કરશે.

ભારતમાં 46 દિવસ માટે આઈસીસી વર્લ્ડકપ યોજાશે, જેમાં 48 મેચ રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ​​​​​​ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રૂપ સ્ટેજની 45 મેચ રમાશે. 15 અને 16 નવેમ્બરે 2 સેમિફાઈનલ રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.