હનુમાનજી સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતી મૂર્તિ
સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાને સેવક તરીકે દર્શાવતી પ્રતિમાઓ (ભીંતચિત્રો)ને લઈને વિવાદ વકર્યો છે. તેવામાં વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈ વિવાદ શરૂ થયો છે.
સાળંગપુર પાસે આવેલ કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ ખોટી રીતે મુકવામાં આવી છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ એ રીતે મુકવામાં આવી છે કે તેઓ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય. કુંડલમાં મંદિરનાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે આ મૂર્તિ મુકવામાં આવી છે. આવી મૂર્તિથી બીજો વિવાદ ઉભો થયો છે.
જે રીતે સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે બતાવવામાં આવ્યા છે તેવી જ રીતે કુંડળ ખાતે પણ હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતા દર્શાવવામાં આવ્યા છે. કુંડળ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં આ મૂર્તિ મૂકવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તેમજ કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર પણ વડતાલ તાબા હેઠળ આવતું સ્વામિનારાયણ મંદિર છે.