પ્રજ્ઞાન રોવરે મોકલી આજે સવારે ક્લિક કરેલી વિક્રમ લેન્ડરની તસવીર, ચંદ્ર પર ઓક્સિજન મળી આવ્યો

Pragyan Click Vikram

પ્રજ્ઞાન રોવર પરના નેવિગેશન કેમેરા દ્વારા ચંદ્ર પર લેન્ડ થયેલ વિક્રમ લેન્ડરની તસ્વીર ક્વીક કરી.

રોવરને ચંદ્રની સપાટી પર ઓક્સિજન સહિત બીજા 9 તત્ત્વો મળ્યાં, હાઇડ્રોજનની શોધ ચાલુ

ચંદ્રયાન-3 મિશનના મહત્વપૂર્ણ ભાગ પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર મજબૂતાઈથી ઊભેલા વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. આ તસવીરને ISROએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. રોવર પર બે નેવિગેશન કેમેરા છે, જેમાંથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. આ કેમેરા ચંદ્રયાન-3 મિશન માટે બેંગલુરુમાં લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા વિકસાવવામાં આવ્યા છે. રોવર ઓબ્જેક્ટ્સને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે. આ કેમેરા રોવરની આંખોની જેમ કામ કરે છે અને તેનું માર્ગદર્શન કરે છે. તે ચંદ્ર પર રોવરના સુરક્ષિત નેવિગેશનને સુનિશ્ચિત કરીને પથ યોજના અને અવરોધ ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઊતર્યું હતું. ચંદ્રની સપાટી પર ટચડાઉન કર્યા બાદ વિક્રમ લેન્ડરથી અલગ થયેલ પ્રજ્ઞાન રોવર છેલ્લા સાત દિવસથી પોતાનું કામ કરી રહ્યું છે. ચંદ્ર પર પહોંચવાના છઠ્ઠા દિવસે (ઓગસ્ટ 29) ચંદ્રયાને બીજું અવલોકન મોકલ્યું. આ મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરી છે. ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમની હાજરી પણ મળી આવી છે. આ તત્વોના મિશ્રણથી એ પણ પુષ્ટિ થઈ છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો બરફ હાજર છે. આનાથી ચંદ્ર પર માનવ વસાહતોની સંભાવના પણ વધી ગઈ છે.

ચંદ્રની ધરતી પર મળતો ઓક્સિજન એ સ્વરૂપમાં નથી કે સીધો શ્વાસ લઈ શકાય. એ ઓક્સાઇડ સ્વરૂપમાં છે. અગાઉ, નાસાએ પણ ચંદ્રની જમીનમાં ઓક્સિજનની શોધ કરી હતી. એટલા માટે ઈસરોને પહેલાંથી જ અહીં ઓક્સિજન મળે એવી શક્યતા હતી. ઇસરો હવે ઓક્સિજન મળ્યા બાદ H એટલે કે હાઇડ્રોજનની શોધ કરી રહ્યું છે. આ ઉપરાંત ચંદ્રની માટીમાં મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ હાજર છે, જ્યારે હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે, એટલે કે ચંદ્રની માટીમાં અત્યારસુધીમાં કુલ 9 તત્ત્વ મળ્યાં છે.

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાસ્ટે પેલોડે અગાઉ ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું હતું. તે મુજબ, ચંદ્રની સપાટી પર અને વિવિધ ઊંડાણો પર તાપમાનમાં ઘણો તફાવત છે. ચંદ્રના સાઉથ પોલની સપાટી પરનું તાપમાન લગભગ 50 ડીગ્રી સેલ્સિયસ છે, જ્યારે 8 સેમીની ઊંડાઈએ -10 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. ચેસ્ટમાં 10 તાપમાન સેન્સર છે, જે 10 સે.મી ઊંડાઈ સુધી પહોંચી શકે છે.

ChaSTE પેલોડને સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી, VSSC દ્વારા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

ઈસરોએ જણાવ્યું કે, એલઆઈબીએસ એક વૈજ્ઞાનિક ટેકનોલોજી છે…. આ ટેકનોલોજીથી કોઈ મટિરિયલ પર લેજર પ્લસથી ટાર્ગેટ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. જોરદાર ઊર્જા ધરાવતી લેજર પ્લસ મટિરિયલની સપાટીના એક ભાગમાં ફોકસ કરે છે… આ મટિરિયલ કોઈ ખડક અથવા માટી પણ હોઈ શકે છે… આ દરમિયાન લેજર પ્લસ ખુબ જ ગરમી અને પ્લાજ્મા ઉત્પન્ન કરે છે અને તેનાથી મટિરિયલની રચના બનાવે છે.

જ્યારે લેઝર પ્લસનો ઉપયોગ થાય છે, તો પ્લાજ્મા લાઈટ ઉત્પન્ન થાય છે, જેને ડિટેક્ટર્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે… વાસ્તવમાં તમામ મટિરિટલ પ્લાજ્માવાળી સ્થિતિમાં જાય ત્યારે એક ખાસ પ્રકારની લાઈટ ઉત્પન્ન થાય છે… જેના આધારે સામે આવે છે કે, તે મટિરિયલમાં કયા કયા તત્વો છે… આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જ ચંદ્રના સાઉથ પોલની માટીમાં ઓક્સિજન, સલ્ફર જેવા તત્વોની શોધ કરાઈ છે…

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે કમાલ કરી બતાવ્યો છે… જે વિશ્વભરના વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે ભારતે કરી બતાવ્યું છે…