શ્રાવણ માસમાં શિવ મહિમા -10 : ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ તિર્થનો મહિમા

Shravan-Shiv

શ્રાવણ માસમાં શિવ ઉપાસના આરાધના અભિષેક તપ વ્રત વચ્ચે શ્રાવણ સુદ આજે આપણે શ્રાવણ માસમાં શિવ મહિમા અંતર્ગત શિવ મહિમા- ૧૦માં ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ તિર્થનો મહિમા જોઈશું.

બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કાંકરેજ તાલુકાના થરા નગરમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણ ના સમયના અને સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એવા ઝાઝા વડા વાળીનાથ મહાદેવ તીર્થ આવેલ છે જેનો અનેરો મહિમા રહેલો છે. ઝાઝાવડા વાળીનાથ મહાદેવ તીર્થ વિશે એવી લોકવાયકા છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની જીવન લીલા પુરી કરી સ્વધામ પ્રયાણ કર્યુ. ત્યારે વ્રજમાં રહેતાં ભરવાડ ગોપાલકોનો સંઘ પોતાની ગાયો સાથે દ્વારકાનીયાત્રા એ ચાલી નીકળ્યો.સંધ દ્વારકા જતા કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ અહીં તે સમયે દરબારગઢ ના પાછળના ભાગે બનાસ નદી બંને કાંઠે વહેતી હતી. વૃક્ષોની સુંદર વનરાજી અને હરિયાળો ચારો જોતા ગોપાલકોને અને ગાયોને આ જગ્યા ખૂબ જ ગમી ગઈ અને તેઓ અહીં વિશ્રામ માટે રોકાયા.આ સમયે ગોપાલકોના વયોવૃધ્ધ અગ્રણી જશરાજ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ગોવાળોના આદરણીય અને ઝાઝા ગોવાળોના વડા હોવાથી તે ઝાઝાવડાથી પણ ઓળખાતા કહેવાય છે. કે તેમને રાતે સ્વપ્રામાં ભગવાન શ્રીકૃષ્ણએ આવી કહ્યું તમે જયાં અત્યારે રોકાયા છો આ જગ્યા પવિત્ર છે ગાયો માટે પણ અનુકૂળ છે.

જશરાજે કહ્યું પ્રભુ આપની પ્રસાદી રૂપે કઇક સ્મૃતિ ચિહ્ન આપો જેથી દરેકને વિશ્વાસ બેસે અને આપના યાદગીરી રૂપે ચિન્હ કાયમ રહે શ્રીકૃષ્ણને ભગવાન શંકર પ્રિય છે. તેથી તેમણે કહ્યું તમે ગાયોના વાડામાં ખોદશો તો શિવલિંગ મળશે. સવાર પડતા ઝાઝાવડા જશરાજે પોતાના સ્વપ્રની વાત ગોવાળોને બોલાવીને કરી સ્વપ્નાદેશ પ્રમાણે ગાયોના વાડામાં ખોદતાં શિવલિંગ મળી આવ્યું.અને તેને જોતા જ સૌ ગોવાળો આનંદથી નાચી ઉઠ્યા તે સમયે શ્રાવણ સુદ પૂનમ બળેવ રક્ષાબંધનના ઉત્તમ દિવસે વિધિ પૂર્વક શિવલિંગની પ્રતિષ્ઠા કરી તેને દૂધ,દહી,ઘીનો અભિષેક પૂજન અર્ચન કરી પોતાના ઇષ્ટદેવ માની સૌએ નમસ્કાર કર્યા એમ કહેવાય છે કે ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણના સ્વપ્નાદેશ મુજબ ભરવાડ ગોપાલકોના સંઘે દ્વારકા જવાનું મોકૂફ રાખી અહીયા જ રોકાઈ ગયા સંભારણારૂપે દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે નવી ધજા શિવાલય પર ચડાવી વિશેષ પૂજન અર્ચન અને જલાભિષેક કરાય છે. આમ આ અતિ પૌરાણીક અને પ્રાચીન મંદિરમાં શ્રાવણ માસ સિવાય અહીં શિવરાત્રી અને જન્માષ્ટમી ગોકુળ આઠમનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. શિવરાત્રી અને રક્ષાબંધનના દિવસે એમ બે લોકમેળા પણ ભરાય છે.આ મહાદેવ મંદિરમાં મહંતશ્રી શિવપુરીજી ગુરુ શ્રી નરભેપુરીજી બાપુ બ્રહ્મલીન થયા પછી મહંત પડે શ્રી ૧૦૦૮ ધનશ્યામપુરીજી ગુરુ શ્રી શિવપુરીજી બાપુ ગાદીપતિ તરીકે પોતાનું આગવું સ્થાન શોભાવી રહ્યા છે. કાંકરેજી અસલ નસલની ગાયોનું બહુ ઉમદા રીતે ગૌપાલન થાય છે, સદાવ્રત, કુંભમેળો હોય કે કુદરતી આપત્તિ જેવી ધાર્મિક પ્રવૃતિ કે વિશિષ્ટ કામગીરી કરી દર્શનાર્થે આવતાં ભકતો આ સેવાનો લાભ લઇ ધન્યતાં અનુભવી રહ્યા છે.

કેદારપુરીજી,કાર્તિકપુરીજી, ભરત પુરીજી તથા અન્ય સેવક ગણ મંદિરની આગવી આન શાન બાન વધારી રહયા છે.ઝાઝાવડા વાળી નાથ મહાદેવ તીર્થના સાનિધ્યમાં ગત સાલ ત્રણ હજારથી વધુ ભરવાડ સમાજની દીકરીઓના લગ્ન અને સામૈયો પંચામૃત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયેલ.

આખું વર્ષ હિન્દુ ભક્તિ એકાદ મંદિરે થોડોક સમય કાઢીને ભગવાન માતાજીના ચરણે શિશ નમાવવા જરૂર જવું જોઈએ. ભગવાન ભોળાનાથ સદા શિવ મહાદેવ સૌની મનોકામના પુરી કરે તેવી પ્રાર્થના.