શ્રાવણ માસમાં શિવ મહિમા-8 : જાણો સદાશિવના નંદીશ્વર અવતાર નો મહિમા

Shravan-Shiv

આપણે શ્રાવણ માસમાં કલમ કાગળ થકી શિવ મહિમા ભકતો સાથે શેર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ગઈકાલે શ્રાવણ માસમાં શિવ મહિમા-૦૭માં શિવાલય- શિવમંદિરનો મહિમા જોયો,જે આપ સૌને ગમ્યો હશે. આજે શ્રાવણ માસમાં શિવ મહિમા-૦૮માં સદા શિવના નંદીશ્વર અવતારનો મહિમા જાણવા પ્રયત્ન કરીએ.તે પણ નંદીશ્વરના મુખેથી જ.

સનતકુમારે નંદીશ્વરને પૂછ્યું – હૈ પ્રભુ,મહાદેવના અંશથી જન્મેલા આપે શિવને કેવી રીતે પામ્યા છો, તે વિશે આપ મને કહે નંદી કહે છે ભગવાન હું સદાશિવના અંશથી જન્મેલો છું. શિલાદ ઋષિને પ્રજા ની ઈચ્છા થતાં તેમણે ઇન્દ્રને ઉદેશીને અતિ દુ:ખદ તપ આરખું . તેમના તપથી પ્રસન્ન થયેલા ઈન્દ્રે તેમને વરદાન માગવા કહ્યું હું દેવેશ્વર તમે પ્રસન્ન થયા હો તો યોનિથી જન્મ નહિ પામનાર, મૃત્યુ રહિત અને ઉત્તમ વ્રતવાળો પુત્ર હું ઇચ્છું છું ઇન્દ્ર કહે હે મુનિ ! આવો પુત્ર આપવા સમર્થ નથી.તમે સદા શિવની આરાધના કરી.તે જરૂર તમારી ઇચ્છા પૂરી કરો.પછી શિલાદ મુનિએ સદાશિવનું આરાધના કરવા માંડયુ. સદાશિવ ના તપમાં એ ભૂદેવોએ દેવતાઈ હજાર વર્ષ એક ક્ષણની જેમ પસાર થઈ ગયા.તેમનું શરીર રાફડાથી ઢંકાઈ ગયું અને કીડાઓ પણ મુનિને ઘેરી વળ્યાં, ત્યારે પ્રભુ શિવજીએ તેમને દર્શન દીધાં અને વરદાન માગવા કહ્યું ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે હે પ્રભુ શિવ !આપ જેવી મૃત્યુ રહિત યોનિથી જન્મ નહિ પામનારો પુત્ર હું ઇચ્છું છું શિવજીએ કહ્યું હે બ્રાહ્મણ પૂર્વે તપ કરીને મુનીઓએ તથા ઉત્તમ દેવોએ બ્રહ્માએ તેમજ અવતાર ધારણ કરવા મારૂ પુજન કરેલ . તેથી હું યોનિથી જન્મ નહિ લેનારો નંદી નામે તમારો પુત્ર થઈશ .આમ કહી શિવજી અદ્રશ્ય થઈ ગયા.

શિલાદ મુનિએ પોતાના આશ્રમે આવી સર્વ વૃત્તાંત ઋષિઓને કહી સંભળાવ્યો. પછી શિલાદે પક્ષો માટેની તૈયારી કરી તે સમયે હું શિવજીની આજ્ઞાથી તેમના પુત્ર રૂપે ઉત્પન્ન થયો ત્યારે પુષ્કરાવરત મેઘો વરસી પડ્યા ખેંચરો,કીન્નરો, સિધ્ધો સાધ્યો ગાવા લાગ્યો બ્રહ્મા વગેરે દેવો તેમજ દેવપત્તિઓ તેમજ વિષ્ણુ,શિવ તથા અંબિકા દેવી પણ ત્યાં પધાર્યા.તે ટાણે મોટો ઉત્સવ થયો. ત્યારબાદ સઘળાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા . શિલાદે મને બાળકને પ્રલય કાળને સૂર્ય તથા અગ્નિ સમાન પ્રભાવક, ત્રણ નેત્રો વાળા,ચાર ભૂજાવાળી, જારૂપ નવા મુગટવાળો તેજસ્વી જોઈને મહા આનંદથી પ્રણામ કર્યાં અને કહ્યું દાદા દેવેશ્વર તમે મને ઘણો આનંદિત કર્યો છે,માટે તમે નંદી નામે પ્રખ્યાત ધાઓ પછી શિલાદેએ મારા જાતકર્મ વગેરે સર્વ સંસ્કાર કર્યા પાંચ વર્ષ થતાં તો મારા પિતાએ અંગોપાંગ સહિત સર્વવૈદો તથા બીજા શાસ્રો પણ ભણાવી દીધાં.

સાતમું વર્ષ પૂરું થતાં પ્રભુ શિવજીની આજ્ઞાથી બે મુનિઓ મને જોવા આશ્રમમાં આવ્યાં અને તેમને કહ્યું તમારા નંદીનું આયુષ્ય એક વર્ષ થી વધારે દેખાતું નથી. બ્રાહ્મણીના વચનથી શિલાદમુની ખૂબ જ દુઃખી થઈ ચિતિત રહેવા લાગ્યાં .ત્યારે નંદીને પિતાને ચિંતામુક્ત રહેવા કહ્યું અને મહાદેવના ભજનથી હું મોતને જીતીશ. એમ કહી તેઓ વનમાં ચાલ્યા ગયા.તેમને વનમાં રુદ્ર મંત્ર ના જાપથી મહાદેવને પ્રસન્ન કર્યા અને પોતાના આયુષ્ય અંગે વાત કરી. શિવે કહ્યું તું ઘડપણ વિનાનો, મરણ રીત તથા દુઃખ વિનાનો મારો ગણનાયક થઈશ.આમ કહી શિવા એ પોતાની મસ્તક માળા ઉતારી મારા ગળામાં આરોપી. તેથી હું શિવની જેમ ત્રણ નેત્રવાળો અને દશ ભુજવાળો થઈ ગયો. પછી શિવજીએ પોતાની જટામાં રહેલું પવિત્ર નિર્મળ જળ હાથમાં લઇ તું નંદી થા એમ કહી મારા પર છાંટતા એ જળમાંથી પાંચ નદીઓ વહી ચાલી . પછી શિવજીએ કહ્યું આદિશ્વર મારો પુત્ર છે. તેને મારો પ્રિય ગણનાયક અને ઈશ્વરોનો ઈશ્વર બનાવી આજથી આનંદી શ્વર તમારો પૂજય થાઓ. ”સર્વ ગણ નાયકોએ”તથાસ્તુ કહી સર્વ સામગ્રી લઈ મારો અભિષેક કર્યો, સર્વ દેવોએ ત્યાં આવી મારી સ્તુતિ તથા અભિષેક કર્યો. પછી સર્વ દેવોએ વાયુઓની પુત્રી સુચાદેવી સાથે મારો વિવાહ ક્યોં, પછી સર્વ દેવીએ મને અનેક ઉપહારોથી નવજયો,શિવજી તથા દેવીપાર્વતી એ મને તથા મારી પત્નીને અનેક વરદાન આપ્યા પછી મને લઇ પોઠીયા પર આરુઢ થઈને પોતાના સ્થાને ગયા.શિવનો જ અવતાર નંદી છે.

શિલાદ નામના એક મુનિ હતાં, જે બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા,ત્યારે તેમને એક બાળક મળ્યું.શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરૂણ નામ ના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યાં. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે, તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુ નો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો.

શિવજીની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે.
શિવજીની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે,એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે

માન્યતા છે કે,જ્યાં શિવ મંદિર હોય છે, ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે.નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે.જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે.જેની પાછળ માન્યતા છે કે,ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશાં સમાધિમાં રહે છે.એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે.આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે.

નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી રહે છે.જ્યારે આપણે શિવ પૂજા કરીએ છીએ, ત્યારે નંદીની પૂજા પણ કરવી જોઈએ. નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી જ માનવામાં આવે છે. નંદી શિવજીને પ્રિય છે.નંદી શિવજીના પરમ ભક્ત છે અને પોતાના ભક્ત નંદીની પૂજા કરનાર ભક્તો ઉપર શિવજી ખાસ કૃપા કરે છે.

વાચક ચાહક શિવ ભક્તો સુધી શ્રાવણ માસમાં શિવ મહિમા દ્વારા સદા શિવના ગુણગાન આપ સૌ શિવ ભક્તો સુધી પહોચાડવા પ્રયત્ન કરીએ છીએ ક્યાંક પ્રેસ ક્ષતિ જણાય તો આપ સૌ સુધારી વાંચશો ભગવાન શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે સદા શિવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે અસ્તુ.