- ભારતે ચંદ્રયાન-3 ને બુધવાર સાંજે ૬:૪ વિક્રમ લેન્ડર ચંદ્રમાની દક્ષિણ ધ્રુવ ઉપર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસને નામે કર્યો
વૈજ્ઞાનિકોને વિક્રમ લેન્ડરને દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડીંગ કરવાનું હતું. અને તે સારી રીતે લેન્ડિંગ કર્યો જે ભારત સાથે સાથે વિશ્વભરના લોકો માટે એક સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ.
આખા વિશ્વની નજર ચંદ્રયાન-3 ઉપર ટકી હતી, આ સફળતાની ઉપલબ્ધિ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ કરનાર પહેલો દેશ બની ગયો, બધાં વૈજ્ઞાનિકોનું કાર્ય જમીન મધ્ય ક્ષેત્રમાં હતો. જેથી દક્ષિણ ધ્રુવ નજીકમાં સોફ્ટ લેન્ડીંગ થઈ, તે ભારત દેશ વાશિયો માટે ગર્વની વાત છે.
વિક્રમ લેન્ડર ને દક્ષિણ ધ્રુવ પર કેવી રીતે ઉતાર્યો
ઘણી વખત સોફ્ટ લેન્ડીંગ શબ્દનો ઉપયોગ વારંવાર કરતા હતા. પણ સોફ્ટ લેન્ડીંગ એટલી આસાનીથી નથી થઈ. વિક્રમ લેન્ડર દસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપની સાથે ચંદ્રની સપાટી તરફ ઉતર્યો છે, જો ચંદ્રાયન-2 જેમ છોડી મૂક્યો હોત તો પૂર ઝડપની સાથે પછડા તો અને ક્રેશ થઈ ગયો હોત. પણ ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડર એવી રીતે બનાવ્યો છે, તે ચંદ્રની સપાટી ઉપર પ્રેમથી બેસી જાય છે,અને તે બેંગ્લોરના કમાન સેન્ટર સાથે વાતચીત કરી શકેછે.
વિશ્વમાં આજ દિન સુધી જેટલી પણ સોફ્ટ લેન્ડિંગ થઈ છે, તે બે માંથી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થઈ છે, ચંદ્રયાન -2નો પણ લેન્ડર ક્રેશ થઈ ગયો હતો, વિક્રમ લેન્ડર ચંદ્રયાન-3 ઉતરી ગયા ફરી એક મોટી ઉપલબ્ધિ ભારત માટે થઈ છે, વિક્રમ લેન્ડર નું નામ ભારતના સ્પેસ ટેકનોલોજીના જનક વિક્રમ સારાભાઈ નામ ઉપર થી આપ્યું છે. તે ગર્વની વાત છે
ગતી મર્યદા વિક્રમ લેન્ડર કેવી રીતે ઓછી કરી
ચંદ્રની સપાટી પર ઉતરવાથી પહેલાં વિક્રમ લેન્ડરની ગતી ઓછી કરવી એ ચુનેતી ભર્યુ હતું, એના લીધે chandryaan-3 નો વિક્રમ લેન્ડરને 125*25કિલોમીટરના ઓર્બિટ રાખ્યો હતો. અને ફરી તેને ડીઓર્બિટ કર્યો. ત્યાર ફરી ચંદ્રની સપાટી તરફ આગળ મોકલ્યો ત્યારે તેની સ્પીડ 6000 પ્રતિ કલાક થી વધુ હતી. એ પછી તેની સ્પીડ થોડીજ મિનિટોમાં ઘટવાં માડી અને ચંદ્ર ઉપરની સપાટીએ સોફ્ટ લેન્ડિંગ વખતે સ્પીડ વધુ ઘટાડી દીધી હતી. વિક્રમ લેન્ડરના ચાર એન્જિનની મદદ લીધી હતી, બે એન્જિનની મદદ થી વિક્રમને ચંદ્રની સપાટી સફળતા પુર્વક ઉતારી દીધો હતો.
કેવી રીતે બહાર નીકળશે પ્રજ્ઞાન રોવર
ચંદ્રયાન-3નો વિક્રમ લેન્ડર ચંદ્રમાંની સપાટી પર પહોંચી ગયો છે, રાહ હવે એની જોવાઈ રહી છે કે પ્રજ્ઞાન રોવર કેવી રીતે બહાર નીકળશે. વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી જમીન પર ઉતરવાથી જે માટીનાં રજકણ ઉડિયા છે. જે થોડા સમય માટે જમીન પર પાછા બેસી જશે અથવા વિક્રમ લેન્ડરથી દૂર થઈ જશે ત્યારે વિક્રમ લેન્ડરને તેનું એક રેપ ખુલશે પ્રજ્ઞાન મદદથી ચંદ્રની સપાટી જમીન પર રોવર ચાલવાનું શરૂ કરી દેશે તો પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એકબીજા સાથે સંપર્ક કરી શકશે વિક્રમ લેન્ડર ચંદ્રયાન-2 ના ઓર્બિટ સાથે બેંગ્લોર સ્થાને કમાન સેન્ટર બંને એકબીજા વાતચીત કરી શકશે. ત્યારબાદ વિજ્ઞાનીઓ નું કામ શરૂ થશે 14 દિવસ માટે.
વિક્રમ અને પ્રજ્ઞાન બંને સૌર ઉર્જાથી સંચાલિત છે. આમને ચાંદની રોશની વાળી જગાહ પર સારી રીતે પહોંચાડી દીધા છે, કેમકે હવે 14 દિવસ સુધી ઉજાળો રહેશે તો પ્રજ્ઞાન અને વિક્રમ બન્ને સાથે કામ કરી શકશે.
થોડા સમયમાં ચંદ્રની સપાટી પરથી પહેલો ફોટો આવશે જેમાં પ્રજ્ઞાન વિક્રમની ફોટો લેશે અને વિક્રમ પ્રજ્ઞાની ફોટો લેશે. આવી રીતે ચંદ્રની સપાટી પર પહેલી એવી ફોટો હશે.
વિક્રમ અને પ્રજ્ઞાન 4*2.5 કિલોમીટરના એવા વિસ્તારમાં કામકાજ કરશે જેનું નામ મે કલામ વિહાર રાખ્યો છે
કેમકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબે કીધું હતું કે ભારતને ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ નજીક દેશનો તિરંગો લેહરવો જોઈએ તો હવે આ ખુશીનો સારો સમય અને મોકો કે ખેલ કહો પણ ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવમાં જેનું નામ કલામ વિહાર છે.
વિક્રમ અને પ્રજ્ઞાન કેવી રીતે વાતચીત કરે છે
પ્રજ્ઞાન અને વિક્રમ વાતચીતનો માધ્યમ રેડિયો વેબ્સ છે, જે ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ હોય છે, એવી રીતે બનયો છે, પ્રજ્ઞાન વિક્રમ સાથે વાત કરી શકે છે, પ્રજ્ઞાન સીધા બેંગ્લોર સ્થિત કમાન સેન્ટર સાથે વાત નથી કરી શકતો, પણ વિક્રમ સીધાં બેંગ્લોર સ્થિત કમાન સેન્ટર સાથે વાતચીત કરી શકે છે,
ચંદ્રયાન-2નો પ્રોપેલ્શન મોડ્યુલમાં કોમ્યુનિકેશન ડિવાઇસ નથી. આખી પ્રક્રિયામાં ચંદ્રમાંથી ધરતી સુધી સંદેશ મોકલવામાં સવા સેકન્ડ નો સમય લાગે છે અને આખી પ્રક્રિયા ઓટોમેટીક રીતે ચાલે છે.
કોના હાથમાં હતો કંટ્રોલ
છેલ્લા થોડા મિનિટ જ્યારે બધાની સાંસો અટકી હતી, ત્યારે આખું કામ કોમ્પ્યુટર એ કર્યો ઇસરોના તમામ વૈજ્ઞાનિકોએ બધી કમાન લોડ કરી દીધી હતી, અને કોમ્પ્યુટરે સારી રીતે સફળતા પૂર્વક વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક ચાંદની સપાટી પર ઉતારી દીધો છે.