Chandryaan-3: શું પૃથ્વી પર પરત ફરશે

  • જણાવી દઈએ કે વિક્રમ લેન્ડરના ચાર પેલોડ્સ લાગેલાં છે- રંભા, ચાસ્ટે, ઈલ્સા, અને અરે
  • હવે વાત કરીશું પ્રજ્ઞાનમાં લાગેલાં બે પેલોડ્સની

Chandrayaan-3, 14 દિવસ સુધી વિક્રમ અને પ્રજ્ઞાન શું કરશે

ઈસરો (ISRO)એ ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી ઉપર ચંદ્રયાન-3ની લેન્ડિંગ કરિને ભારતે પોતાના નામનું ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે ભારત આવું કરવા વાળો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે, ચંદ્રયાન-3નું મુખ્ય હેતુ મીશન સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો, તે પુરો થઈ ગયો છે. હવે આગળનું કામ ચંદ્રની સપાટી ઉપર ઉતરેલા વિક્રમ અને પ્રજ્ઞાન કરશે. આ 14 દિવસ સુધી ચંદ્ર પર રહેશે, કેમ કે તેમનું જીવન કાળ 14 દિવસ સુધીનો છે. તો શું વિક્રમ અને પ્રજ્ઞાન 14 દિવસ પુરા થયા પછી પૃથ્વી પર પાછા ફરશે, આવા સવાલ બધાનાં મનનમાં થયા કરે છે, અને 14 દિવસ સુધી ચંદ્ર પર રહીને શું કરશે. કેમ કે તેમનું જીવન કાળ 14 દિવસ સુધીનો છે તો 14 દિવસ બાદ શું થશે..?

ગઇ કાલે 23 ઓગસ્ટની સાંજે 6:04 મિનિટ પર ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યો અને સફળ રહ્યો. ISROના આધારે, લેન્ડર વિક્રમે કામ કરવાનું શરૂ કરી દીધું છે, અને વિક્રમના રેંપથી પ્રજ્ઞાન રોવર બહાર આવી ગયું છે, અને કમાંડ મળ્યા બાદ તેણે ચંદ્રની સપાટી પર હલચલ કરવાની શરૂ કરી દીધું છે.

પ્રશ્ન છે કે ચંદ્રપર કરશે શું?

  • જણાવી દઈએ કે વિક્રમ લેન્ડરના ચાર પેલોડ્સ લાગેલાં છે- રંભા, ચાસ્ટે, ઈલ્સા, અને અરે

ચાર પેલોડ્સ

  • ૧. રંભા ચંદ્રની સપાટી પર પ્લાઝ્મા કણોનું ધનપણુંની ખોજ કરશે અને તેની માત્રા તેને બદલાવની શોધ કરશે
  • ૨. ચાસ્ટાએ દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં નજીકના ચંદ્રની તાપમાનની તપાસ કરશે
  • ૩. ઈલ્સા લેન્ડિંગ સ્થળની નજીક ધરતીકંપને માપવાનું કામ કરશે. તેજ સમય, ચંદ્રના પોપડા અને આવરણ વિશે પણ માહિતી એત્રિત કરવામાં આવશે
  • ૪. અરે ચંદ્રની ગતિશીલતાને સમજવાનો પ્રયત્ન કરશે.

પ્રજ્ઞાન રોવરનો APXS અને LIBS શું કરશે.?

  • હવે વાત કરીશું પ્રજ્ઞાનમાં લાગેલાં બે પેલોડ્સની
  • ૧. પ્રજ્ઞાન રોવરનો પેલોડ્સ LIBS ચંદ્રની સપાટી પર કેમિકલ્સની માત્રા અને ગુણવત્તાનો અભ્યાસ કરશે.
  • ૨. બીજો પેલોડ્સ APXS ચંદ્રનો લેન્ડિંગ વિસ્તારના આસપાસનાં, જમીનનું તત્ત્વ અને ખડકો રચનાઓનો અભ્યાસ કરશે.

શું 14 દિવસ બાદ પ્રજ્ઞાન અને વિક્રમ ધરતી પર પાછા ફરશે

તો જવાબ ના છે. વિક્રમ અને પ્રજ્ઞાનનો જીવન કાળ,14 દિવસનો છે તેમને 14 દિવસના હિસાબે જ ડિઝાઇન તૈયાર કર્યો છે એવામાં તે ધરતી પર પાછા નથી ફરી શકતા. અને તે ચંદ્ર પર રહેશે. ધરતીના 14 દિવસ વિત્યા પર ચંદ્રનો એક દિવસ પુરે થયા છે અને ત્યાં રાત થશે એટલે વિક્રમ અને પ્રજ્ઞાન સૂરજની રોશનીમાં જ કામ કરી શકે છે.


ચંદ્રયાન-3ના 14 દિવસના મીશન બાદ ચંદ્ર પર ફરી 14ની દિવસ રાત થશે, એવામાં ત્યાં સૌથી વધુ ઠંડો વાતાવરણ હશે. ચંદ્રપર રાત હોવાથી ફરી વિક્રમ અને પ્રજ્ઞાન નિષ્ક્રિય થઈ જશે

ચંદ્રયાન-3નું વજન

ચંદ્રયાન-3નું કુલ વજન 39,00 કિલોગ્રામ છે. અને પ્રોપલ્શન મોડ્યુલ નું વજન 2,148 કિલોગ્રામ અને લેન્ડર મોડ્યુલ નું વજન 1,752 કિલોગ્રામ છે જેમાં 26 કિલોગ્રામ રોવર નું સામેલ છે.