વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આયોજિત બ્રિકસ શિખર સંમેલનને સંબોધન કર્યું

Modi in Brics sammelan

જ્હોનિસબર્ગમાં PM મોદીએ મહાત્મા ગાંધીનો કર્યો ઉલ્લેખ, બ્રિક્સ સંગઠનના વિસ્તરણના સમર્થનમાં ભારત

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આયોજિત 15મા બ્રિકસ શિખર સંમેલનને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ 15મા બ્રિક્સ શિખર સંમેલનને સંબોધન કરતાં કહ્યું કે બ્રિક્સને ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવા આપણે આપણા સંબંધિત સમાજોને પણ ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે અને ટેક્નોલોજી તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લગભગ બે દાયકામાં બ્રિક્સે એક લાંબી અને શાનદાર યાત્રા કરી છે. આ યાત્રામાં આપણે અનેક સિદ્ધીઓ મેળવી છે. તેમણે બ્રિક્સની સિદ્ધીઓ ગણાવતાં કહ્યું કે આ સંગઠને અનેક સિદ્ધીઓ મેળવી છે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતા તેને શ્રેષ્ઠ બનાવી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે અમે દક્ષિણ આફ્રિકાના નેતૃત્વમાં બ્રિક્સમાં વૈશ્વિક દક્ષિણના દેશોને વિશેષ મહત્ત્વ આપવાના પગલાનું સ્વાગત કરીએ છીએ. ભારતે પણ G20ના નેતૃત્વમાં આ વિષયને મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત બ્રિક્સના વિસ્તરણનું પૂરેપૂરું સમર્થન કરે છે, અમે તેના પર સર્વાનુમતે સાથે આગળ વધવાનું સ્વાગત કરીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે જ્હોનિસબર્ગ જેવા સુંદર શહેરમાં ફરી એકવાર આવવું મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખુશીની વાત છે. આ શહેરના ભારતીયો અને ભારતીય ઈતિહાસ સાથે ગાઢ અને જૂના સંબંધ રહ્યા છે. અહીંથી થોડાક જ અંતરે દૂર ટોલસ્ટોય ફાર્મ આવેલું છે. જેનું મહાત્મા ગાંધીએ 110 વર્ષ પહેલાં નિર્માણ કરાવ્યું હતું. મહાત્મા ગાંધીએ ભારત, યુરેશિયા અને આફ્રિકાના મહાન વિચારોને જોડીને આપણી એકતા અને સદભાવનો પાયો નાખ્યો હતો.