જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ ઘેલાં સોમનાથ મહાદેવનું મંદીર એક આગવું તીર્થધામ છે.
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિખ્યાત તીર્થધામ એવા ઘેલાં સોમનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રથમ સોમવારે ઘેલાં સોમનાથ ખાતે મહાદેવજીની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રાવણના પ્રત્યેક સોમવારે સોમનાથમાં મહાદેવજીની પાલખી યાત્રા નિકળે છે. અને જ્યારે ત્રિભુવન ગુરૂ સાક્ષાત ભગવાન શિવ જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શિવની પાલખી યાત્રામાં જોડાય છે. પાલખી યાત્રાની શરૂઆત પાલખીપૂજન માનવતાવાદી, સેવાભાવી તબીબ પંકજભાઈ કોટડીયાના સહ પરિવારએ કરી હતી. જેમાં તીર્થ પુરોહિતો અને દર્શનાર્થીઓ સમાજના શ્રેષ્ઠીઓ ભાવભેર અને ઉત્સાહભેર જોડાયા હતા.
જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ ઘેલાં સોમનાથ મહાદેવનું મંદીર એક આગવું તીર્થધામ છે ખાસ કરીને ચોમાસમાં ઘેલાં સોમનાથનું પ્રાકૃતિક સોંદર્ય જોવું એ પણ એક જીવનનો લ્હાવો છે.