શિવ એટલે કલ્યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવમહાપુરાણ કથા
શ્રાવણ માસ સડસડાટ પસાર થઇ રહયો છે. રવિવારે મેઘરાજાએ ધીમી ગતિએ પધરામણી કરતાં જીવમાત્રમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. શ્રાવણ માસમાં શિવ મહીમા અંતર્ગત આપણે પાંચ વાતો જાણી તમારી હુંફ પ્રોત્સાહન થકી લેખન કરી પીરસવાની બહુ મજા આવે છે આવા સહકારની આશા સાથે આપણે છઠ્ઠા મણકામાં શિવમહા પુરાણના શ્રવણ પઠનનો મહિમા જોઈએ તો પ્રયાગતીર્થમાં ઋષિ મુનિઓ શિવમહાપુરાણ સાંભળવા ભેગા થયેલા તેમાં વક્તા તરીકે વ્યાસજી ના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા હતા. તે સમયે મુની ઓમાં શ્રેષ્ઠ અને બુધ્ધિમાના શૌનક મુનિ સુતજીને ઉદેશીને બોલ્યા હૈ મહાજ્ઞાની સૂત!તમે અમને પુરણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે ? જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો.સુતજી બોલ્યા – શિવમહાપુરાણની કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર સાયનરુપ છે શ્રી શિવ મહાપુરાણ ની કથાએ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે.ભગવાન શિવ ના દર્શન ની કથા છે.જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે.આ કથા ગાવી કહેવી,સમજવી કે સમજાવવી અઘરી છે.હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવા માં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે.સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે.જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે.તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
શ્રી શિવમહાપુરાણ સ્વયંભગવાન શિવજીએ રચ્યું છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી વેદ વ્યાસજી એ આપ્યું છે.આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ,૨૯૭ અધ્યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહા પુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્ય પ્રશ્નો જેવાકે,
- સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
- ભક્તિ કેવી રીતે મળે ?
- શું કરવાથી વિવેક વધે ?
- જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ?
- પરમાત્મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ?
- પરમાત્મા કોણ છે ? પરમાત્માને કેવી રીતે મેળવી શકાય ?
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવકથા ઘોર પાપોનો નાશ કરે છે શિવ એટલે કલ્યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવમહાપુરાણ કથા
આ કથા શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવમહાપુરાણ સનતકુમાર મુનિએ વ્યાસજી ને કહેલું પછી વ્યાસજીએ તે શિવમહાપુરાણ કળિયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે,જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે શિવમહાપુરાણ ના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પામે છે તે ઇચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે .તે ધર્મ અર્થ કામ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે .તે રાજસુય યજ્ઞને અગ્નિ ષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે, તેની દૂરગતી થતી નથી. અનેક પ્રકારના દાન અને પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્રણે તપોને સમાવે છે, છે, આમ, શિવમહાપુરણના શ્રવણ- પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે શિવમહા પુરાણ સર્વ પાપનો વિનાશ કરનાર અને ઉત્તમતિ આપનાર છે. વળી તે વેદાંત અને સર્વપુરાણનો સાર પણ દર્શાવે છે. આ જગતમાં શિવ મહા પુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કળિયુગમાં થતા રહેશે, જેઓ શિવપુરાણ નો ઉદય થશે કે મંત્ર-તંત્રના ભેદ, દેવ દાનવ ની મુઝવણો અને મત ભેદો આ બધા વિવાદોનું મન થશે શિવમહા પુરાણના પઠન,મનન અને ચિંતન થી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે. જેઆ પુરાણનો એક પણ શ્લોક સંભળે કે ભક્તિ પૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક તેનું પુજન કરે છે તેમણે અશ્વ મેઘ યજ્ઞનું ફળ મળે છે જે ભાવ.મુખેથી શિવ મહા પુરાણનું પઠન સાભળે છે,તેના પાપો નાશ પામે છે. જે ભાવક શિવમહા પુરાણને વંદન કરે, તેના પ્રત્યે તમામ દેવોની કૃપા વરસે છે.ચૌદસ ના મંગળ દિવસે ઉપવાસ સાથે શિવ મહા પુરાણ પાઠ કરવાથી પુરણનું પુણ્ય મળે છે ઉપરાંત તે મુક્તિપદને પામે છે.
જે આ મહા પુરાણની રુદ્રસહિતા નો ભાવપૂર્ણ રીતે પાઠ કરે, તેનું બ્રહ્મહત્યા જેવુ પાપ પણ નાશવંત બની જાય છે.ભૈરવની સામે શાંતચિત્તે ગંભીર મૌન સાથે રુદ્રસહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરવાથી મનોકામના ઓ પૂર્ણ થાય છે. કૈલાશ સંહિતા ૐકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોઈ સાક્ષાત બ્રહ્મસ્વરૂપ પણ તે છે. પ્રભુ શિવે ! ઉપનિષદરૂપી .આ સમુદ્રનું ભીષણ મેથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી તેનું પણ કરીને માનવ અમરત્વ પામે છે . શિવ મહાપુરાણમાં કુલ એક લાખ શ્લોકો હતા.તેને ટૂંકાવીને વેદવ્યાસ જીએ તેને ચોવીસ હજાર લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી છે .
વાચક ચાહક શિવ ભકત મિત્રો, સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવની આરાધના ઉપાસના કરી હૃદય મનમાં અનોખી શાંતિનું સામ્રાજ્ય સ્થાપીત કરો તેવી શુભેચ્છા.