વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર આંગણે બીલીનો છોડવો હોવાથી તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકશો
શ્રાવણ માસ આપણે શિવ મહિમા ગાન કરી રહ્યા છીએ.જેમાં આજે રવિવારે ચોથો દિવસ બિલીપત્રનો મહિમા અને તેના ઔષધિય ઉપયોગો વિશે જાણીએ.ઘરમાં બીલીનું વૃક્ષ વાવવાના ફાયદાનો ઉલ્લેખ શિવ મહા પુરાણમાં કરવામાં આવ્યો છે જે મુજબ જે સ્થાને આ છોડ કે વૃક્ષ ઉગાડેલ હોય છે તે સ્થળ કાશી તીર્થની જેમ પવિત્ર અને પૂજનીય સ્થળ હોય છે આવી જગ્યા કે ઘર તમામ પ્રકારના તંત્ર બાધાઓથી મુક્ત થાય છે.અહી રહેવાવાળા લોકો પર ક્યારેય ચંદ્ર માની ખરાબ દશા નહી આવે દરેક સભ્ય યશસ્વી બને છે.અને આખો પરિવાર સમાજમાં ઉચ્ચ સમ્માન મેળવે છે ઘરની વિવિધ દિશામાં બીલીનો છોડ હોવાથી અનેક ફાયદા થતા હોય છે. ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલીનો છોડ રોપેલો હશે તો તેવા ઘરના સભ્યો યશસ્વી વધુ તેજવાન બને છે આના માટે બીલીના છોડવાને ઉત્તર-પશ્ચિમ દિશામાં રોપવો ઘર ની ઉત્તર-દક્ષિણ દિશામાં બીલીનો છોડ રોપેલો હશે તો તેવા ઘરમાં આર્થિક સંપન્નતા પ્રાપ્ત થતી હોય છે આવા ઘરના દરેક વ્યક્તિ ધન વાન બને છે અને તેમને ક્યારેય ધનની કમી પડતી નથી હોતી કર્જ માંથી મુક્તિ માટે બીલીનો છોડ વાવેલો હોવો જોઈએ તમામ પ્રકારની ખુશીઓ મેળવવા માટે ઘરની વચોવચ બીલીનો છોડ રોપવો જોઈએ આવા ઘરમાં પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમભાવ રહે છે એમના જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારના અચાનક દુઃખ શોક નથી આવતા વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર આંગણે બીલીનો છોડવો હોવાથી તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચી શકશો રોપાને નિયમિતરૂપે પાણી આપવું અને તેની સાર સંભાળ રાખવી જે રીતે ઘરમાં તુલસીનો છોડ રાખવાનો નિયમ છે એવીજ રીતે બિલીના છોડવા માટે પણ કેટલાક નિયમો પાળવાના છે. હિન્દી પંચાંગ મુજબ કોઈપણ મહિનાની અષ્ટમી અમાસ-પૂનમ કે સોમવારના દિવસે બિલીપત્ર ન તોડવું જોઈએ.બહુ ઓછા લોકો જાણે છે કે બીલના પત્તા કે બિલ પત્રને શિવપૂજામાં તમે એક થી વધુ વખત પણ ઉપયોગમાં લઈ શકો છો .શિવને ચડાવેલા બિલ તમે ધોઈને ફરી ઉપયોગમાં લઈ શકો છો અને જયાં સુધી બિલી પત્ર ખરાબ ન થઈ જાય ત્યાં સુધી તમે આવું કરી શકો છો.બસ ધ્યાન રાખવું કે બિલીપત્ર સુકાયેલા ન હોય તેથી જો તમે દ૨૨ોજ શિવ પૂજા કરતાં હોવ તો ઉપર જણાવેલી તિથિના એક દિવસ પહેલા બિલીપત્ર તોડી લેવા અને સોમવારે બિલીપત્ર ન તોડવા કોઈપણ મહિનામાં દ્વાદશી રવિ વારના દિવસે પડતી હોય તો સાંજ ના સમયે આ છોડવાની નીચે દીવો જરૂર પ્રગટાવવો.દીવો પ્રગટા વતી વખતે મનમાં તમારી મનોકામના બોલવી આવું કરવાથી તમારી ઈચ્છા જલદી પૂરી થતી હોય છે.સાથે જ આવું કરવાથી એ ઘરમાં ક્યારેય ધનની અછત પડતી નથી અને તમામ જન્મોના મહા પાપોથી મુક્તિ મળે છે .સદા શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા થી સદા શિવ સદૈવ પ્રસન્ન રહે છે.તેમની કૃપાભક્તો પર ઉતરે છે.
બિલીની ઉત્પતિની કથા જોઈએ તો એકવાર દેવી ગિરિજાના વિશાળ લલાટ પર પરસેવાનું બિંદુ ઉપશ્યુ,દેવીએ તેને લૂછ્યુંને જમીન પર ફેંકયું.તે પરસેવાના બુંદથી વિશાળ વૃક્ષ થયું.એક દિવસ ફરતા ફરતા દેવી એ તે ઘટાદાર વૃક્ષ ને જોયું દેવીએ તે વૃક્ષનુંનામ બિલ્વ રાખ્યું,બિલ્વના પાંદડા વડે ભગવાન શિવજીનું ભાવપૂર્ણ રીતે પૂજન કરાય છે.બિલ્વના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ વૃક્ષનું જતન કરવું પૂજન કરવું, અર્ચન કરવું આમ કરવું એટલેજ શિવ પૂજન.ત્યાં દીવો પણ પ્રગટાવાય. બિલ્વવૃક્ષના મૂળ માં શિવ પાર્વતી, તેના થડમાં દેવી દાક્ષાયાની,શાખામાં મહેશ્વરી,પત્રો માં પાર્વતી,ફળમાં કાત્યાયની,છાલ માં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ રહેલો છે.તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે. શિવલિંગ પર બિલ્વ ચઢાવવું જોઈએ .વળી તે અખંડ ત્રિદલ હોવું જોઈએ. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરવું શુભ છે , કહે છે કે બિલીપત્ર ભોળાનાથનું પ્રિય પાન છે તેમાં પણ ચાર,પાંચ છ કે સાત પાન હોય તો તે શુભ માનવામાં આવે છે.બિલીપત્ર વિના શિવપૂજા અધૂરી માનવામાં આવે છે.બીલીનું વૃક્ષ સંપન્નતાનું પ્રતિક છે,સાથે સમૃધ્ધિ આપનારું છે.બીલીના પાનને શિવજીનો આહાર માનવા માં આવે છે,તેથી ભક્તો ભોગ સ્વરૂપે બિલીપત્ર મહાદેવને અર્પણ કરે છે.શિવના ત્રણેય નેત્રને ત્રણ પાનવાળું બિલીપત્ર વધુ પ્રિય છે. ભગવાન શંકરને ભાંગ,ધતૂરો અને બિલીપત્ર જ પ્રસંશા કરી શકે છે,શિવજીની વિશેષ પુજા કરવા માટે બિલીપત્ર ચોક્કસ હોવું જોઈએ. ધાર્મિક શાસ્ત્રોમાં પણ બિલીપત્રનું મહત્વ સમજાવવામાં આવ્યું છે,શિવપુરાણમાં બિલવાષ્ટ કમનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શંકરની સાથે પાર્વતીને બિલી પત્ર ચઢવાનું વિશેષ મહત્વ છે.મા ભગવતીને બિલીપત્ર અર્પણ કરો શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે ,કે જે વ્યક્તિ માં ભગવતીને બિલીપત્ર અર્પણ કરશે,તે ક્યારેય કોઈપણ પરિસ્થિતિમાં દુઃખી થતી નથી તથા તેને દરેક સિધ્ધી પ્રાપ્ત થાય છે .વ્યક્તિની દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય છે,અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે બિલીપત્રના પ્રકાર ;બિલીપત્ર ચાર પ્રકારના હોય છે ;અખંડ,ત્રણ પાન ના,છ થી એકવીસ પાનના બિલીપત્ર અને શ્વેત બિલીપત્ર.આ તમામ બીલીપત્રનું આગવું મહત્વ છે બિલ્વાષ્ટકમમાં લક્ષ્મી પ્રાપ્તિ અને સિધ્ધી માટે અખંડ બિલીપત્ર ઉત્તમ છે .એકમુખી રુદ્રાક્ષની જેમ અખંડ બીલીપત્રનું મહત્વ છે .આ વાસ્તુ દોષનું નિવારણ પણ છે. છ થી એકવીસ પાન ધરાવતા બિલી પત્ર નેપાળમાં વધારે જોવા મળે છે,ભારતમાં ભાગ્યે જ કયાંક જોવા મળે છે.જે રીતે સફેદ સાપ સફેદ આંખ વગેરે સફેદ હોયછે,તે જ પ્રમાણે બિલીપત્ર પણ હોય છે ,જે પ્રકૃતિની અનોખી ભેટ છે કેટલાક વિશિષ્ટ વૃક્ષ પર બીલીના પાન લીલા નહિ પણ સફેદ હોય છે. વાચક ચાહક શિવ ભક્તો મઘા નક્ષત્રમાં મેઘરાજાની ચાતક નજરે કેટલાક વિસ્તારના ધરતી પુત્રો ઇન્તજાર કરી રહ્યા છે. આજે બીજા શ્રાવણ માસનો ચોથો દિવસ છે સૌ ભક્તો શિવ આરાધના ઉપાસના તલ્લીન થઈ રહ્યા છે. સૌનું સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ કલ્યાણ કરે તેવી પ્રાર્થના..