ICCએ બંને મેસ્કોટના ઓફિશિયલ નામ પણ નક્કી નથી કર્યા, ફેન્સને નામ પસંદ કરવાની અપાઈ તક
મહિલા બોલર અને પુરુષ બેટરની થીમ પર મેસ્કોટ લોન્ચ થયા
ICCએ વન-ડે વર્લ્ડ કપનો ઑફિશિયલ મેસ્કોટ લોન્ચ કર્યો છે. આ ઈવેન્ટનું દિલ્હી NCRના ગુરુગ્રામમાં આયોજન થયું હતું. આ માસ્કોટ મહિલા બોલર અને પુરૂષ બેટર્સની થીમ પર બનાવવામાં આવ્યો છે. પુરૂષ માસ્કોટ બેટ પકડેલો જોવા મળ્યો હતો અને મહિલા માસ્કોટ તેના હાથમાં બોલ પકડેલો જોવા મળ્યો હતો. ભારતના U-19 મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્મા અને ભારતના U-19 પુરૂષ ટીમના કેપ્ટન યશ ધુલ પણ ICC માસ્કોટ લોન્ચ ઇવેન્ટમાં હાજર હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બંને માસ્કોટ્સના સત્તાવાર નામો નક્કી કર્યા નથી. નામ નક્કી કરવા માટે, ICCએ તેની વેબસાઇટ પર એક વોટિંગ લિંક આપી છે, જ્યાં ચાહકો પોતાનું મનપસંદ નામ પસંદ કરી શકે છે. જે નામ સૌથી વધુ વોટ મેળવશે તેને વર્લ્ડ કપના માસ્કોટનું સત્તાવાર નામ ગણવામાં આવશે. વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. પ્રથમ મેચ ગત વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.