શ્રાવણ માસમાં શિવ મહિમા-3 : સદાશિવ પંચાક્ષર મંત્રનો મહિમા

Shravan-Shiv

શ્રાવણ માસની આરાધના ઉપાસના અભિષેકમાં શિવભક્તો તલ્લીન થઈ રહ્યા છે. પાર્થિવ શિવ લીંગ અને શિવલિંગ પૂજન વિધિનો મહિમા જોયા પછી આજે ત્રીજા દિવસે આપણે શ્રાવણ માસના શિવ મહિમા-૩માં સદાશિવ પંચાક્ષર મંત્રનો મહિમા જાણવા પ્રયત્ન કરીશું. મંત્ર- જાપ નું મહત્વ સુત કહે છે કે બ્રાહ્મણો ! સદાશિવ પંચાક્ષર મંત્ર-(નમઃ શિવાયનો જપ મહા માસ તેમજ શ્રાવણ મહિનામાં કરવો ઉત્તમ ગણાય છે. પ્રથમ મિતાહાર તેમજ મૌન રાખીને એક હજાર જપ વડે શુદ્ધ થવું ત્યારબાદ શિવજીનું સ્મરણ કરવું. તેમના સ્વરૂપમાં તદાકાર થવું. ત્યારબાદ જપ નો પ્રારંભ કરવો.ભકતે પોતાના સંકલ્પ મુજબ જપ કરતા રહેવું. જપ પૂર્ણ થયા બાદ શિવજીનું પૂજન શ્રધ્ધા ભાવથી વિધિ મુજબ કરવું.હોમ પણ કરાય બામણોને દાન તથા ભોજન પણ આપી શકાય,તપ જપ દાન અને ધ્યાન દ્વારા પવિત્ર બનેલો મનુષ્ય શિવનું દર્શન પામીને ધન્ય બને છે .એક દિવસ મારા પિતાશ્રી લોમહર્ષાના આશ્રમમાં વત્સમુનિનું આગમન થયું. તેઓ ત્યાં ચતુર્માસ રહ્યા . તેમણે મને કહ્યું કે “મંત્રજાપનો મહિમા અમાપ અને અનંત છે. ‘આ માટે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું છે.પૂર્વે ચમત્કારમાં આવેલ સિદ્ધે શ્વરના શિવાલય માં એકવાર ઉત્સવનું આયોજન થયું. કેટલાક લોકોની પ્રેરણાથી એક જુવાને સર્પ પકડી દર્શનાર્થીઓ તથાભક્ત જનોની ભીડમાં છોડયો. સર્પ ને જોઈ ત્યાં નાસ ભાગ શરૂ થઈ ગઈ પરંતુ તે સમયે મનિ સ્વસ્થ ચિત્તે બેસી રહ્યા.તેઓ ત્યાં એક તસુ ભાર પણ ખસ્યા નહિ .પેલો સર્પ તેમણે વિટળાઇ ગયો .

આ દ્રશ્ય મુનીના શિષ્ય જોયું .તે ક્રોધે ભરાઈ ગયો. તેમણે તરત જ શ્રાપ આપ્યો કે “આ સર્પ ફેંકનાર સર્પ બની જાય . “તે યુવાન સર્પ બની ગયો થોડીવારમાં તે મુનિ જાગૃત થયા અપકાર ઉપર ઉપકાર કરવાનો ધર્મ અને તેનો તેનો મર્મ સમજાવ્યો પછી તેમણે પેલા બનેલા યુવાનને કહ્યું “ જળમાં જઇ ને રહે અને ત્યાં દરરોજ શિવ પંચાક્ષરનો જપ કરશે, એટલે તારા પાપનો ક્ષય થશે.જ્યારે વત્સ મુનિ તને લાઠી વડે ફટકારશે ત્યારે તું શ્રાપ મુક્ત થઈ પુનઃ દિવ્ય દેહ ધારણ કરી શિવલોકમાં જઈ શકીશ દૈવયોગે હું કરતો કરતો વનમાંથી નદી તટે જઈ ચડ્યો, તાજેતરમાં જ મારી પુત્રીને સર્પદંશ થયેલો એટલે સર્પ પર મને ગુસ્સો આવ્યો,ને મે તરત જ સર્પને જોઇ લાઠી પ્રહાર કર્યો પરિણામે તે સર્પ ની જગ્યાએ તેજોમય દિવ્ય દેહ ધારી જુવાન આળસ મરડી ઊભો થયો.હે મુનિઓ!એક મનુષ્ય ભક્તિ ભાવ અને શ્રધ્ધાથી દાન આપે અને બીજું પંચાક્ષરનો જપ કરે બંનેનું આ પર્વત પર કરેલો જપ દસ હજાર થી અધિક, ફળ સમાન ગણાય છે.કોઈ એક સર્વ તિર્થોમાં સ્નાન કરે,ચાંદાયસ વગેરે વ્રત કરે,એક પંચાગ્નિ તપી તપ કરે, સર્વ સંગનો ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્તિ કરે અથવા બીજા મંત્ર જાપ કરે તો બંનેને સમાન ફળ મળે છે . આમ પંચાક્ષર.તેમણે બધી બીના જાણી તેમણે શિષ્યને મંત્રના જપ નું ફળ ખૂબ જ છે શિવ પંચાક્ષર મંત્રવેદ માં અનેશિવશાસ્ત્રમાં આ પંચાક્ષર અક્ષર છે સાથે છ અક્ષરનો કયો છે. આ મંત્ર અર્થગંભીર,વેદના સારરૂપ અને મુક્તિદાયક છે.તે સાક્ષાત સદાશિવ સ્વરૂપ છે, તેથી સિધ્ધી આપનાર છે. મંત્રો ઘણાં છે પરંતુ સદાશિવે રચેલાં આ મહામંત્ર જેવો બીજો કોઈ મંત્ર નથી.શિવનું જ્ઞાન શિવની સમજણ અને વિદ્યા છે,તે પંચાક્ષર મંત્રનું ભાષ્ય છે .

આ મંત્ર દિવ્ય મનને નિર્મળ કરનાર સર્વ મનોરથ પૂર્ણ કરનાર છે તથા શિવ સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા શિવે પ્રાણ યાત્રાના મનૌરથની સિદ્ધી માટે આ “ૐ નમઃ શિવાય “મંત્ર કહ્યો છે . કોઇપણ માણસ આ પંચાક્ષર મંત્રના જપમાં નિષ્ઠા વાળો થાળુ હોય તે પાપરૂપ વિટંબણામાંથી છૂટી જાય છે.હે દેવી પૃથ્વી પર ભ્રષ્ટ થયેલ,દોષિત બનેલ દુઃખી,કરભર્યો માનવ મારો ભક્ત બનીને બને છે.આ પંચાક્ષરી વિદ્યા દ્વારા સુખદાયી મંત્રના ઋષિ વામ દેવ છે છંદ પંકિત છે અને હું તેનો દેવતા છું.ગૌતમ,અત્રિ,વિશ્વા મિત્ર અંગીરા અને ભારદ્વાજ આ પાંચ અક્ષરોના ઋષિઓ છે. ગાયત્રી,અનુષ્ટુપ,ત્રિરૂપ,બૃહતી અને વિરાટ એ પાંચ છંદો છે,ઇન્દ્ર, રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા તથા કાર્તિકેય એ પાંચ તેના દેવો છે.પૂર્વ પશ્ચિમ દક્ષિણ, ઉત્તર અને ઉર્ધ્વ એવાં મારા પાંચ વર્ણોના સ્થાને રહેલા છે .સાધકે સ્નાન કરી પવિત્ર પ્રદેશ માં સુંદર, વ્યવસ્થિત આસન ગૌરી ઉત્તરા ભિમુખે અગર પૂર્વાભિમુખ બેસી હૃદયમાં શંકર-પાર્વતીનું ધ્યાન ધરવું,બાદ દેવ ગુરુને પ્રણામ કરવા.વંદન કરીને ન્યાસ વડે શરીર ને પૂર્ણ કરવું, પ્રાણ અને અયાનને ઘસ કરી પછી પંચાક્ષર વિધાનો જપ કરવો. ઘરમાં કરેલો જય સામાન્ય ગામના પાદરમાં કરેલો જપ સો ગણો,ભવનમાં કરેલો જપ હજાર ગણો નદી કિનારે દેવાલયમાં કરેલો જપ અનેક ગણું ફળ આપનાર છે.પંચાક્ષર મંત્રનું એકાગ્ર ચિત્તે ચિંતન કે શ્રવણ કરનાર પાપમુક્ત.ભગવાન શિવની પૂજામાં પાંચ અક્ષર નમઃ શિવાય‘ નું ખૂબ જ મહત્વ છે.ભગવાનશિવ ને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે.આ સૃષ્ટિ પંચતત્વથી બની છે. આ પાંચ અક્ષરથી સૃષ્ટિ ના પંચતત્વને નિયંત્રિત કરી શકાય છે. દરેક અક્ષરનો પોતાનો અર્થ અને મહત્વ છે. આ અક્ષરો નો એકસાથે જાપ કરવાથી અનેક લાભ થાય છે.જો તમને મહેનત કર્યા પછી પણ પરિણામ નથી મળતું, કરવામાં આવી રહેલું કામ ખરાબ થઈ રહ્યું છે,તો તમારે ભગવાન શંકરના શિવ પંચાક્ષર મંત્રનો નિયમિત જાપ પણ કરવો જોઈએ.શિવનો પંચાક્ષરી મંત્ર પાંચ શ્લોકોથી બનેલો છે, જેનો પ્રથમ શ્લોક ન અક્ષરથી શરૂ થાય છે,બીજો શ્લોક મ અક્ષરથી શરૂ થાય છે.આના જેવા પાંચ પંક્તિ ઓ “ન મ: શિ વા ય” મંત્ર બનાવે છે.

ભગવાન શિવનો સૌથી પ્રસિદ્ધ મંત્ર “ઓમ નમઃશિવાય” શિવ પંચાક્ષર સ્તોત્રમાંથી ઉદ્દભવ્યો છે, કારણ કે શિવ પંચાક્ષર સ્તોત્રમાં પાંચ શ્લોક છે,જે અનુક્રમે ન-મ- શિ-વ-વાય પાંચ અક્ષરોથી શરૂ થાય છે.પંચાક્ષરનો અર્થ છે- જે પાંચ અક્ષરોથી બનેલો છે, એટલે કે શિવ પંચાક્ષર મંત્ર પાંચ અક્ષરો ન-મ-શિ-વ-ય પર આધારિત છે, શિવ પંચાક્ષર મંત્રમાં પાંચ શ્લોક છે જેનો પહેલો અક્ષર ન-મ-શિ- વ-ય છે. અનુક્રમે. આ છે એટલે કે, પ્રથમ શ્લોકનું પ્રથમ વર્ણન મ છે, બીજા શ્લોકનો પ્રથમ અક્ષર મ છે, ત્રીજા શ્લોકનો પ્રથમ અક્ષર શી છે, ચોથા શ્લોકનો પ્રથમ અક્ષર વા છે, પાંચમા શ્લોકનો પ્રથમ અક્ષર વાય છે.
પંચાક્ષરી મંત્રની સિદ્ધિ માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઊઠીને શિવ પંચાક્ષરી મંત્રનો ત્રણ વાર જાપ કરવો જોઈએ, તેનાથી તમારા મનને આંતરિક શાંતિ મળે છે અને કોઈપણ કાર્ય પ્રત્યેના નકારાત્મક વિચારો તમારા મનમાં આવતા નથી અને તમારું કાર્ય સફળ થાય છે.શિવ પંચાક્ષર મંત્રનો રુદ્રાક્ષ માળા સાથે જાપ કરવામાં આવે તો તે વધુ અસર કારક બને છે. આ મંત્રનો જાપ કરતી વખતે તમારા મનને નિયંત્રિત કરીને ભગવાન શિવનું ધ્યાન કરો. પંચાક્ષરી મંત્રની સિદ્ધિ માટે ધાર્મિક અને નૈતિક આદર્શોનું પાલન કરો. આ મંત્ર શક્તિશાળી બનાવવા માટે, તમારા વિચારો, શબ્દો અને કાર્યો ઉચ્ચતમ ધોરણો અનુસાર કરો.

વાચક ચાહક શિવ ભક્તો શિવમહીમામાં સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવના ગુણગાન ગાઈ રહ્યા છીએ.ભોળાનાથ સૌનું કલ્યાણ કરે.