તમામ પોલીસ કર્મચારીઓએ પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે: DGPનો આદેશ

Vikas Sahai

DGPએ સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું કે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવું પડશે

શહેરમાં ટ્રાફિકનાં નિયમો કોઈ ફોલો કરે છે તો કેટલાય લોકો એવા છે જે ટ્રાફિકનાં નિયમો ફોલો કરતા નથી તેવામાં હવે DGP વિકાસ સહાયે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવુ પડશે. ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન અધિનિયમની જુદી જુદી કલમોની જોગવાઈઓ મુજબ અમલવારી જનતા પાસે કરાવવામાં આવે છે તો તે મુજબના નિયમોનું પાલન પણ હવે તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ કરવાનું રહેશે. વધુમાં ડીજીપીએ કહ્યું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે યુનિફોર્મમાં હોય તે દરમિયાન તો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ કર્યો છે. ડીજીપી એ વધુમાં જણાવ્યું છે કે ગાડીમાં સીટબેલ્ટ સહિતના નિયમોનું પણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે, પોલીસ કર્મીઓની કારમાં રહેલી બ્લેક ફિલ્મ દુર કરવા પણ કહેવામાં આવ્યું છે. સાથે સાથે એક વાહન પર ત્રણ સવાર ન જવા પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ લાઈન અને પોલીસ મથક તેમજ પોલીસ કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.