મેઘરાજાના વિરામ વચ્ચે અધિક શ્રાવણ માસ પુરો થયો. ભગવાન સદા શિવ ભોળાનાથની ઉપાસના આરાધનાનો મહિનો શ્રાવણ માસ શરૂ થયો આજે બીજો દિવસ ગઈકાલે પાર્થિવ શિવલિંગ વિશે જાણકારી મેળવી શિવ મહિમા અંતર્ગત આપણે વિવિધરૂપે શ્રાવણ માસમાં શિવ મહિમા જોઈશું. તો આજે આપણે શિવ લિંગ વિશે જાણકારી-પૂજન વિધિ જોઈએ.શિવલિંગ વિશે જાણકારી શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગનો અર્થ થાય છે બનાવનાર.તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ.સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે. કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.
શિવની પૂજા શિવલિંગના સ્વરૂપે વર્ષોથી થતી આવી છે. રામાયણ અને મહાભારત કાળમાં પણ શિવલિંગ પૂજા વિશે જણાવેલ છે શિવલિંગ માં ત્રીદેવોની શક્તિ નિહિત છે. મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારીના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગની પૂજાથી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજાની સમાન છે શિવના નિરાકાર શિવલિંગની પૂજા. શિવલીંગની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકની પ્રાપ્તિ થાય છે. જયારે આ સંપૂર્ણ જગતનો નાશ થશે તો શિવલિંગ માં સમાઈ જશે અને પછી આ જ શિવલિંગથી નવા સંસારની શરૂઆત થશે.
પૂજનવિધિ શૌનક જી એ પૂછ્યું; હે સુતજી! પ્રભુ સદાશિવના લિંગ ની સ્થાપના કઈ રીતે કરવી ? તેના લક્ષણો શા છે ? તેનું પૂજન કઈ રીતે કરવું..? ક્યા દેશમા અને ક્યા કાળમાં કઈ રીતે કરવું તેની સમજૂતી આપો સુતજી એ કહ્યું; હે મુનિઓ લિંગની સ્થાપના યોગ્ય સમયે,પવિત્ર, મંગલ અને જ્યાં પૂજન થઈ શકે તેવા સ્વચ્છ સ્થળે કરવાની હોય છે .લિંગ બનાવવા માટે પથ્થર,ધાતુ અથવા ઉત્તમ માટીનો ઉપયોગ કરાય.ચર લિંગ હોય હોય તો નાનું અને એકાદ આંગળ જેટલું રાખવું, જયારે અચર કરવું હોય તો લિંગનું માપ બાર આંગળ જેટલું રાખવું યોગ્ય ગણાય. સદા શિવની પુજા ષોડશો પચાર વિધિથી એટલેકે આહવાન, આસન અર્ધ્ય પાધ્ય,આચમન, સ્નાન,ગંધ, વસ્ત્ર,ધૂપ,પુષ્પ, દીપ, નૈવેધ,આરતી પાનબીડું,નમસ્કાર અને વિસર્જન એમ સોળ પ્રકારથી પૂજન કરવું આમ કરવાથી શિવ પદ પ્રાપ્ત થઈ શકે પૂજન બાદ પ્રતિદિન રોજ દસ હજાર જાપ કરવા;જો ન બની શકે તો સવાર સાંજ મળીને એક હજાર જેટલા તો જાપ કરવા જ જોઈએ.અને તેમાં પણ હોઠ ફ્ક્ત ઉચ્ચારણ સંભળાય નહિ,તે રીતે જપ કરવા. પ્રભુ સદાશિવે કહ્યું કે , ૐ નમઃ શિવાય નો જપ કરવો. જેથી ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે . ભગવાન સદાશિવે પૃથ્વી પર વસવાટ કરતા લોકોના મોક્ષ માટે અનેક મંગલ પવિત્ર શિવક્ષેત્રો રચેલા છે .સરસ્વતી જે આઠ મુખ વાળી છે,તેના તટે વાસ કરવાથી બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે .સો મુખ વાળી ગંગા નદીના કાઠે વસેલું કાશી,જયાં પવિત્ર તીર્થો આવેલા છે.દસ મુખવાળી,શૌણભદ્ર, ચોવીસ મુખવાળી નર્મદા બાર મુખવાળી કૃષ્ણાવાણી,દસ મુખ વાળી,તુંગભદ્રા,નવ મુખવાળી, સુવર્ણમુખરી,સત્તાવીસ મુખવાળી, કાવેરી વગેરે નદીઓ પવિત્ર ગણાય છે અને તેના પવિત્ર તટે ધણા તિર્થસ્થળો આવેલા છે તે બધા સદાશિવના પવિત્ર તીર્થક્ષેત્રો છે.
શ્રાવણ માસ શરૂ થયો અગાઉ અધિક શ્રાવણ માસ હતો એટલે શિવ મહિમા શિવાલયોમાં ચાલુ જ છે ભાવિક શિવ ભક્તિમાં આ વર્ષે અનેરો ઉત્સાહ ઉમંગ છે. ભગવાન સદા શિવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.