રવિ શાસ્ત્રીએ એશિયા કપ પહેલા કહ્યું હતું કે ગબ્બરને તે શ્રેય નથી મળ્યો જે તે હકદાર હતો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આગામી એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને તે સન્માન નથી મળતું જે તે કદાચ હકદાર છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ ક્યારેય શિખર ધવનને એટલી ક્રેડિટ નથી આપી, જે તેને મળવી જોઈતી હતી. તે અદ્ભુત ખેલાડી છે. એટલું જ નહીં ભૂતપૂર્વ ભારતીય કોચે વન-ડે વર્લ્ડ કપ 2019ની સેમિફાઈનલનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ચાલી રહી છે. વન-ડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ છે અને ટીમ ઈન્ડિયા હજુ સુધી સ્થિર ટીમ તૈયાર કરી શકી નથી. સુકાની રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. ઈશાન કિશન અને શુભમન ગિલ આ રોલ માટે પ્રબળ દાવેદાર છે.
વન-ડે વર્લ્ડ કપ 2019 વિશે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં, ધવન પ્રારંભિક તબક્કા પછી ઈજાગ્રસ્ત થયો હતો અને તેને બહાર થવું પડ્યું હતું ત્યારે અમે વર્લ્ડ કપની સેમીફાઈનલ હારી ગયા ત્યારે ટીમે તેને ખૂબ જ મિસ કર્યો હતો. નોંધનીય છે . શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન રાખવાથી તમને મદદ મળે છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે, ત્યારે તે જમણા હાથના બેટ્સમેન માટે અંદર આવે છે પરંતુ ડાબા હાથના બેટ્સમેન માટે બહાર જાય છે. આવી સ્થિતિમાં ડાબા હાથના બેટ્સમેન માટે રન નોંધાવવાનું સરળ રહે છે.
બીસીસીઆઈએ ગયા મહિને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી આગામી હેંગઝોઉ એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ ટુર્નામેન્ટ માટે શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળશે, પરંતુ એવું થયું નહીં. આ જોઈને શિખર ધવન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે એક નિવેદનમાં પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું હતું. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ધવનનો ટીમમાં સમાવેશ પણ કરવામાં આવ્યો નથી.