ભારતમાં મોબાઇલ વપરાશકર્તાઓને 20 જુલાઈના રોજ ઘણા એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ફોન પર ‘ઈમરજન્સી એલર્ટ’ ફ્લેશ સાથે એક મોટા અવાજે બીપ સાથે મેસેજ મળ્યો હશે. આ ચેતવણીઓ સરકાર દ્વારા મોકલવામાં આવી રહી છે. જો તમે આશ્ચર્ય પામી રહ્યા હોવ કે આ શું હતું, તો સરકાર કેટલાક સ્માર્ટફોન પર ટેસ્ટ ફ્લેશ મોકલીને તેની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. તેમાં સંદેશમાં લખ્યું હતું કે, આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. પેન-ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ દ્વારા મેસેજ ટેસ્ટિંગનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ જાહેર સલામતી વધારવા અને કટોકટીના સમયે ચેતવણી આપવાનો છે. આ મેસેજ કેટલાક એન્ડ્રોઇડ ફોન યુઝર્સને મોકલવામાં આવ્યો હતો. ભૂકંપ, સુનામી અને પૂર જેવી કુદરતી આફતો વિશે વપરાશકર્તાઓને ચેતવણી આપવા માટે સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે કામ કરી રહી છે. આવી ઇમરજન્સી એલર્ટ આવે તો ગભરાવાની જરૂર નથી. તમામ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વીઆઈના મોબાઈલ નંબર પર આવા મેસેજ આવતા રહેશે.
ભૂકંપ, સુનામી અને પૂર જેવી કુદરતી આફતો વિશે ચેતવણી આપવા માટે તંત્ર દ્વારા ટેસ્ટીંગ માટે મોકલ્યો
સંબંધિત ન્યૂઝ
-
પીજીવીસીએલના અધિકારીએ કરેલા કામના બિલ પાસ કરવા કોન્ટ્રાકટરની પત્ની પર આચર્યું દુષ્કર્મ
03 December, 2024 -
અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનો વખાણી રહ્યા છે અને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે
02 December, 2024 -
આવા લંપટ સાધુઓથી બચીને રહેજો!!
30 November, 2024 -
રૂા. ૩૨૨ કરોડ કરતાં વધુના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર, ચેરમેન દેવાંગભાઈ દાણી
29 November, 2024 -
ડીસીપી પૂર્વ દિલ્હી અપૂર્વ ગુપ્તાએ વિહારમાં વિસ્ફોટ પછી પોલીસ ચેકિંગમાં
28 November, 2024