અકસ્માતમાં કારના આગળનાં ભાગનાં ફુરચેફુરચા નીકળી ગયા
બે કારની ટક્કર થતાં મરણચીસો ગુંજી ઊઠી, એક જ પરિવારનાં 4 લોકોનાં મોત થયાં
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે આવતા પંથકમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો છે.
ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે આજે બપોરે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર રવાના થયો હતો તેમજ સમગ્ર મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી, હાલ પ્રાથમિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાયો છે તેમાં GJ16 DG 8381 નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે GJ06 FQ 7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.