જો કોઈ ડૉક્ટર આવું નહીં કરે તો તેનું પ્રેક્ટિસ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે
ભારતમાં જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 30 થી 80 ટકા સસ્તી
ભારતમાં દવાઓ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ નાખે છે. આવી સ્થિતિમાં જેનેરિક દવાઓ લખવાથી સ્વાસ્થ્ય પર થતો ખર્ચ ઓછો થાય. 2 ઓગસ્ટના રોજ, NMC(National Medical Commission)એ નિયમોનું એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ભારતમાં જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 30 થી 80 ટકા સસ્તી છે.
નેશનલ મેડિકલ કમિશન (NMC)એ દેશના ડોક્ટરો માટે નવા નિયમો જારી કર્યા છે. જે મુજબ હવે દેશના તમામ ડોક્ટરો માટે પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ લખવી ફરજિયાત રહેશે. આ સાથે ડૉક્ટરોને એ પણ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ દર્દી માટે પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી રહ્યા હોય તો તેને સ્પષ્ટ ભાષામાં લખે જે કોઈપણ વાંચી શકે. અને જો કોઈ ડૉક્ટર આવું નહીં કરે તો તેનું પ્રેક્ટિસ લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. લાયસન્સ સસ્પેન્ડ કરવા ઉપરાંત નોટિફિકેશનમાં અન્ય ઘણી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એનએમસીએ ડોકટરોને બ્રાન્ડેડ જેનરિક દવાઓ લખવાનું ટાળવા પણ કહ્યું છે.
એનએમસીના નિયમો મુજબ ડૉક્ટરોએ માત્ર જેનરિક દવાઓ લખવાની હોય છે. આદેશનું વારંવાર ઉલ્લંઘન કરવાથી ચોક્કસ સમયગાળા માટે પ્રેક્ટિસ કરવા માટે ડૉક્ટરનું લાયસન્સ એક ચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આ સાથે ડૉક્ટરોને એ પણ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ દર્દી માટે પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી રહ્યા હોય તો તેને સ્પષ્ટ ભાષામાં લખે જે કોઈપણ વાંચી શકે. નેશનલ મેડિકલ કમિશને આદેશ આપ્યો છે કે દવાઓના નામ અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખવામાં આવે. જો હસ્તાક્ષર યોગ્ય ન હોય તો, સ્લિપ ટાઇપ કર્યા પછી દર્દીને પ્રિસ્ક્રિપ્શન આપવું જોઈએ. જેનરિક અને બ્રાન્ડેડ દવાઓની ગુણવત્તા અને અસરકારકતામાં કોઈ ફરક નથી. પરંતુ તમામ મોટી કંપનીઓ ઊંચી કિંમતની દવાઓ લખવા માટે ઘણી બધી ઓફરો આપે છે.