જાપાનમાં બુલેટ ટ્રેન શરૂ થઈ તે સમયે બુલેટ ટ્રેન જ્યારે ટનલમાંથી પસાર થાય ત્યારે અસહ્ય અવાજ થતો હતો
પ્રકૃતિ કરતા મોટું એન્જિનિયર કોઈ નથી.
દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈથી અમદાવાદ વચ્ચે બની રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે, તેનું એક સેક્શન 2026માં શરૂ થઈ જશે. આ ટ્રેન જાપાનની ટેકનિક પર આધારિત છે અને તેના માટે ફંડ આપી રહ્યું છે. જાપાનની બુલેટને મોર્ડન એન્જિનિયરિંગની અદભૂત કમાલ મનાય છે. 320 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડવા છતાં આ ટ્રેનમાં મુસાફરી સૌથી સુરક્ષિત મનાય છે. પરંતુ, એક સમય એવો પણ હતો કે જ્યારે જાપાનની ઘણી ટ્રેનોને બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ આવી ગઈ હતી.
જાપાનમાં વર્ષ 1964થી બુલેટ ટ્રેન દોડી રહી છે. શરૂઆતમાં આ ટ્રેનોની ડિઝાઈનમાં સમસ્યા હતી. જ્યારે આ ટ્રેન ટનલમાંથી પસાર થતી હતી ત્યારે એટલો અવાજ થતો હતો કે, મુસાફરો અને આસપાસના લોકો માટે તેને સહન કરવાનું મુશ્કેલ થઈ જતો હતો. આ અવાજ એવો હતો કે, જ્યાં કોઈને રૂમમાં બંધ કરીને ત્યાં વોશિંગ મશીન ચાલુ કરી દીધું હોય. આ ટ્રેન જ્યાંથી પસાર થતી હતી, તેની આસપાસના લોકોને પણ ઘણી મુશ્કેલી પડતી હતી. જોકે, એક સમય એવો આવ્યો હતો કે, જાપાને બુલેટ ટ્રેન બંધ કરવી પડે તેમ હતી. કેમકે, તે જ્યારે ટનલમાંથી પસાર થતી હતી ત્યારે એટલો અવાજ કરતી હતી કે, ટ્રેનમાં બેસનારા અને આસપાસના લોકો માટે તે અસહ્ય થઈ ગયો હતો. જાપાનના એન્જિનિયરોએ ટૂંક સમયમાં જ ‘ટનલ બૂમ’નું કારણ શોધી નાખ્યું. જ્યારે ટ્રેન ટનલમાંથી પસાર થાય છે તો બંધ જગ્યા હોવાથા કારણે તે હવાને આગળ ધકેલે છે. તેનાથી એર પ્રેશર વેવ બને છે. ટ્રેન ટનલમાંથી જાણે બંદૂકની ગોળી નીકળતી હોય તેમ નીકળે છે. તેનાથી 70 ડેસીબલથી વધુનો સાઉન્ડ વેવ જનરેટ થાય છે અને બધી દિશાઓમાં 400 મીટરના અંતર સુધી તેનો પ્રભાવ રહે છે. કારણ તો મળી ગયું હતું, પરંતુ હવે સમસ્યા એ હતી કે, તેનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે. આખરે, જાપાનના એન્જિનિયરોને આ સમસ્યાનો ઉપાય કિંગફિશર પક્ષી પરથી મળ્યો હતો.
જાપાનના એન્જિનિયરોની નજર કિંગફિશર પક્ષી પર પડી, જે ઘણી આંખના પલકારામાં જ પાણીમાંથી માછલીનો શિકાર કરે છે. તેની ચાંચની ડિઝાઈન એન્જિનિયરો માટે વરદાન સાબિત થઈ. પક્ષીઓ પર નજર રાખતા જાપાની એન્જિનિયર નકાત્સૂએ બુલેટ ટ્રેનના આગળના ભાગને કિંગફિશરની ચાંચ જેવી ડિઝાઈન આપી. તેમની આ ડિઝાઈન કામ કરી ગઈ. બુલેટ ટ્રેનની ટનલ બૂમની સમસ્યા દૂર થઈ ગઈ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. તેનાથી ટ્રેનની ફ્લુયલ એફિશિયન્સી અને સ્પીડ પણ વધી ગઈ.