ગેર કાયદેસર ભેંસો લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ઝડપાઈ, ગાયો ભરેલી ટ્રક ફરાર

buffellows

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નાં કાર્યકર્તાઓ અને સાગબારા પોલીસનું સફળ ઓપરેશન

રાજપીપલા: વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાગબારાનાં કાર્યકરોને એક ખીચોખીચ ટ્રકમા ગૌ માતા અને બીજી ટ્રક મા ગેર કાયદેસર ભેંસો ભરીને મહારાષ્ટ્ર તરફ જાય છે એવી બાતમી મળી હતી.જે બાતમીને આધારે બજરંગદળના કાર્યકર્તાઓએ ટ્રકનો પીછો કરી ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ ની મદદ થી ટ્રક ને રોકી.. ટ્રક ની તપાસ કરતા એમાં ભેંસો. અને ગાયો ભરેલી હતી.

જેમાં ભેંસો ભરેલી ગાડીઓ પકડાઈ ગઈ હતી અને ગૌ માતાની ટ્રક પલટીને પાછી ભાગી ગઈ હતી . બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા ટ્રક નો પીછો કરાયો હતો.પણ સાગબારા ચોકડીથી ટ્રક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી . સાગબારા પોલીસે ટ્રક ડિટેન કરી છે. અને ભેંસ ભરેલી ટ્રક અને ટ્રક ચાલક ને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતાં.

પવિત્ર અધિક માસ માં આ પશુઓને ક્રૂરતા પૂર્વકઠાંસી ઠાંસીને ભરીને લઈ જતાં હતાં. શું આ પશુઓને કતલ ખાને લઈ જવાતા હતાં? એ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

જોકે આ ક્રૂર કાર્યને આગળ વધતું અટકાવી પશુઓને બચાવી બજરંગદળ ના કાર્યકર્તાઓએ કરેલ સાહસિક કાર્યને આમ જનતાએ બિરદાવ્યું હતું.અને નિર્દોષ પશુઓનો બચાવ કર્યો હતો.