સમ્રાટ અશોકે જ્યારે અહિંસા નો માર્ગ અપનાવ્યો ત્યારથી રાજ મહેલમાં કાવતરાં શરૂ થયાં

Samrat Ashok

સમ્રાટ અશોક વિશે થોડું જોઇએ. તેમણે અહિંસાનો માર્ગ લીધો ત્યારે રાજ્યમાં બૌદ્ધ ભિક્ષુકોનું પ્રમાણ વધી ગયું હતું

ભારતની ભવ્ય ધરા પર અનેક શૂરવીર રાજા મહારાજાઓ યોદ્ધા ઓ થઈ ગયા.આજે આપણે સમ્રાટ અશોક વિશે થોડું જોઇએ. જેમણે જીવનમાં અહિંસા જીવ માત્રની રક્ષાનો હુક્મ કર્યો ત્યારે નગરમાં તો પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ પરંતુ મહેલમાં સમ્રાટ અશોક પર અનેક કાવતરાં રચાવવા લાગ્યા શું બન્યું એક નજર કરીએ.

સમ્રાટ અશોકે અહિંસાનો માર્ગ લીધો ત્યારે રાજ્યમાં બૌદ્ધ ભિક્ષુકોનું પ્રમાણ વધી ગયું. તે સૌ દરેક કામમાં દખલગીરી કરવા લાગ્યા. તેઓ મનફાવે ત્યાં કોઈ રોક-ટોક વગર જઈ શકતા. સૈન્યમાં પણ તેમના ધારેલા માણસો ગોઠવી શકતા. ત્યાં સુધી કે રાજ્યસભામાં પણ તેઓ તેમની મનમાની કરી શકતા. દરેક વાતમાં તેમને પહેલાં પૂછવામાં આવતું.

અશોકે જ્યારે અહિંસાનો માર્ગ અપનાવ્યો અને પ્રાણીમાત્રના જીવની રક્ષા કરવાનો હુકમ કર્યો તેથી આખા આર્યાવર્તમાં અશોક નો જયજયકાર થવા લાગ્યો. આથી બૌદ્ધ ધર્મના પ્રમુખ આચાર્ય સમુદ્રાચાર્ય અશોકની ઘણી બધી બાબતોથી બળવા લાગ્યા. આમ પહેલાં પણ અશોક મહામંત્રીનો જે રીતે આદર સત્કાર કરતા અને મહામંત્રીની મહત્તા વધતી હતી ત્યારે પણ આચાર્ય સમુદ્રાચાર્યને અશોક ઉપર ઘણો જ ગુસ્સો આવતો. અને હવે તો અશોક પ્રતિ તેમને ઈર્ષા થવા લાગી અશોક પણ તેમના આ વર્તનથી વાકેફ હતા, પરંતુ તે કંઇ ગણતા નહીં. તે મનોમન આચાર્ય ની ઉપેક્ષા કરવા લાગ્યા.એક તરફ આચાર્ય સમુદ્રા ચાર્ય અશોક તરફ ગુસ્સે ભરાયા હતા, તો બીજી તરફ મહારાણી પણ તેના પુત્રને ગાદી ન મળવાથી ક્રોધિત હતી.

અશોકના દિવસે ને દિવસે વધતા જતા પ્રભાવથી તેમનું મન ઈર્ષાથી બળી ઉઠતું હતું. અમુક બનાવથી અશોક મહારાણી ની આ ઈર્ષ્યા સારી રીતે સમજી ગયા.એક વખત અશોક, કલિંગ નરેશ, યુવરાજ,રાજકુમારી તથા મહા રાણી અને બીજા થોડાક સૈનિકો ફરવા માટે બહાર ગયા હતા. તેઓનો વિચાર પાટલી પુત્ર થી દૂર અને કલિંગની નજીક થોડી ગુફાઓ હતી તે જોવાનો હતો.

ઠંડી પણ શરૂ થઇ ગઈ હતી. પરંતુ સૂર્યનાં કિરણો શરીરમાં તાજગી પૂરી રહ્યાં હતાં. સૌ પોતપોતાના તંબુમાં આરામ કરી રહ્યા હતા. અશોક તથા કલિંગની રાજકુમારી તેમના તંબુની બહાર સૂર્યસ્નાન કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે મહારાણી ત્યાં આવ્યાં. એ જોઈને અશોકે અને રાજકુમારીએ મહારાણીનું સ્વાગત કર્યું. મહા રાણીએ કહ્યું-“બેટા !આજે આપણે ગુફાનો બીજો ભાગ જોવાનો છે.’ અશોકે મહારાણીનો આ પ્રસ્તાવ તરત જ સ્વીકારી લીધો અને કહ્યું“હા,જરૂર જઈએ “રાજકુમારી પણ તેઓ સાથે જવા તૈયાર થઈ ગઇ પરંતુ મહારાણીએ કહ્યું – રાજકુમારી, ત્યાં સુધી પાલખી જઈ શકતી નથી કે નથી ઘોડો પણ જઈ શકતો. માટે તું અહીં જ રોકાજે.” તું અશોકે પણ મહારાણીની વાતને સમર્થન આપતાં કહ્યું -“તારા નાજુક પગ આ જંગલ તથા પથરાળ જમીન ઉપર ચાલવાથી છોલાઈ જશે. માટે તું અહીં જ રોકાઇ. અમે હમણાં જ પાછાં આવીએ છીએ ”સમ્રાટ અશોક તથા મહા રાણીના આગ્રહથી રાજ કુમારી રોકાઈ તો ગઈ,પરંતુ ન જાણે કેમ તેના હૃદયમાં શંકાનાં વાદળો ઘેરાઈ ગયાં. કંઇક અવનવું બનવાની શંકા તેના મનમાં જાગી ઊઠી. તેણે આ પહેલાં મહારાણી નો પ્રેમપૂર્ણ વ્યવહાર ક્યારેય જોયો નહોતો. તેની એક આંખ વારેવારે ફરકતી હતી. તેથી તે તેની જાતને રોકી શકી નહીં. જ્યારે અશોક તથા મહારાણી આગળ નીકળી ગયાં તો તે પણ લપાતી- છુપાતી તેમની પાછળ જવા લાગી ગુફાઓ ઘણી જ સાફ, સુંદર તથા જોવા લાયક હતી.ત્યાં દરેક જગ્યાએ હિન્દુ દેવી-દેવતા ઓની મૂર્તિઓ કોતરાવેલી હતી. આ ગુફાની ખાસિયતએ હતી કે ગુફાના કોઈપણ ભાગમાં જવાથી, ત્યાં દરેક જગ્યાએ આછો આછો પ્રકાશ આવતો હતો. દરેક જગ્યા એ હવા પણ શુદ્ધ આવતી હતી. છેલ્લે ગુફા એક તરફથી બંધ હતી. તેથી ત્યાં અંધકાર છવાયેલો હતો. બંધ ગફા જોઈને મહારાણી એ આશ્ચર્ય પ્રગટ કરતાં “અરે, આ ગુફા કોણે બંધ કરી’“તો શું આપ પહેલાં આ ગુફા જોવા આવી ગયાં ઇ.?”અશોકે ચમકીને પૂછ્યું.“ હા હા, થોડી ગુફા તો મે ગઈકાલે જોઈ હતી ’મહારાણી ચમકી ગયાં અને બોલ્યાં, ‘પરંતુ …મને તો એવું કહેવામાં આવ્યું હતું કે ગુફા કોઈ પણ જગ્યાએથી બંધ નથી.’“તો હું હમણાં જ શિલાને એક તરફ ખસેડી દઉં છું. એને ખસેડવા માં વાર કેટલી?”અશોકે પૂરી તાકાત થી શિલા ખસેડી. હજુ તો શિલા ખસી ત્યાં જ એક ખૂન ખાર સિંહ ગર્જના કરતો અશોક ઉપર તૂટી પડ્યો. આ તરફ અશોક ને આવી કોઈ કલ્પના જ નહોતી. તેથી તે એકદમ ચીસ પાડી ઉઠ્યા. પાછળ-પાછળ આવતી રાજ કુમારીએ સમ્રાટની આ ચીસ સાંભળી,અને તરત જ તેને કાવત્રા ની ગંધ આવી ગઈ.તે જોરથીચીસ પાડતી ગુફામાં દાખલ થઈ ગઈ. બરાબર એ જ સમયે મહારાણી દોડતાં ગુફાની બહાર નીકળી રહ્યાં હતાં. તેમને હતું કે રાજકુમારીના પહોંચ્યા પહેલાં જ સિંહ અશોકને મારી નાખશે અને પછી તરત જ રાજ કુમારીને પણ મારી નાંખશે. અશોકે ગુફામાં કલિંગની રાજ કુમારીને આવતાં જોઈને કહ્યું “રાણી, તમે ત્યાં જ રહેજો. ઘણો ભયંકર સિંહ છે!” બરાબર એ જ સમયે સિંહ અશોકની છાતી ઉપર ચઢી ગયો અને જ્યાં પંજો મારવા જાય છે ત્યાં જ ચીસ પાડતી રાજકુમારી જઈ પહોંચી. સિંહ પણ એકદમ શાંત થઇ ગયો.

અશોકના આશ્ચર્યનો પાર ન રહ્યો. જ્યારે ભયંકર સિંહ પાળેલા કૂતરા ની માફક અશોકની છાતી પરથી ખસી ગયો અને રાજકુમારી ની પાછળ પૂંછડી પટપટાવતો ચાલી નીકળ્યો.સિંહ પણ અશોક તથા રાજ કુમારી પ્રણયીની વચ્ચે ચાલી રહ્યો હતો. રાજકુમારી ક્યારેક ક્યારેક સિંહની પીઠ ઉપર પણ હાથ ફેરવતી હતી.આ બનાવ બની ગયા પછી અશોકને મહા રાણી ઉપર શંકા પડી ગઈ. આ બાબત તેમણે કોઈને પણ જણાવી નહીં, પરંતુ તે પહેલાં કરતાં વધુ ચાલાક રહેવા લાગ્યા. અશોકે જોયું કે જ્યારથી એમણે અહિંસાનો માર્ગ પકડ્યો છે, ત્યારથી પાટલીપુત્રનો મહેલ અનેક કાવતરાંનું જન્મસ્થાન બની ગયો છે.તેમાં સૌથી વધુ હાથ મહારાણી તથા બૌદ્ધ આચાર્યનો હતો.મહા રાણી એટલે કે રાજ માતા તથા બૌદ્ધ આચાર્ય બંનેને અહિંસાનો માર્ગ અપનાવી ચૂકેલા અશોક પ્રત્યે નફરત થઈ ગઈ હતી અશોકની લોકપ્રિયતા તેમને આંખ ના કણાની જેમ ખૂંચતીહતી.ઘણી વખત અશોકને આ કાવતરાઓ બાબતની જાણ કરવામાં આવતી.