ઉત્તરપ્રદેશના ઝાંસીમાં PUBG એડિક્ટ 26 વર્ષના પુત્રએ મા-બાપને મારી નાંખ્યા

PUBG

ગેમ રમવાની ના પાડતા હત્યા કરી હોવાની આશંકા
પોલીસ પહોંચી ત્યારે આરોપી પુત્ર ખાટલા પર બેઠેલો જોવા મળ્યો હતો
માતા-પિતાની હત્યા કર્યાનો આરોપીને કોઈ પસ્તાવો નથી

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં, PUBG ગેમમાં પાગલ બનેલા 26 વર્ષના પુત્રએ તેના માતા-પિતાની હત્યા કરી નાખી છે. પોલીસે તેની તેના ઘરમાંથી ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ તેણે ન્હાઈને કપડાં બદલ્યા અને રૂમમાં જઈને આરામથી બેઠો હતો. હત્યાની માહિતી મળતાં પોલીસ પહોંચી ત્યારે આરોપી પુત્ર ખાટલા પર બેઠેલો જોવા મળ્યો હતો.

જાણવા મળ્યું છે કે તે રેલવે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો. તેના પિતાલક્ષ્મી પ્રસાદ (58) તેમની પત્ની વિમલા (55) સાથે અહીં રહેતા હતા. તેઓ પાલરાની સરકારી શાળામાં આચાર્ય હતા. તેમની સાથે પુત્ર અંકિત (26) રહેતો હતો. જ્યારે ત્રણ દીકરીઓમાં મોટી દીકરી નીલમ અને સુંદરીના લગ્ન થઈ ચૂક્યા હતા. નીલમનું સાસરે ઘર પડોશની કોલોનીમાં છે. નાની દીકરી શિવાની ઓરાઈમાં અભ્યાસ કરે છે. અંકિત ઘરે મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. બહેન નીલમે જણાવ્યું કે તે મોબાઈલ પર ખૂબ જ ગેમ્સ રમતો હતો. તેણે છ મહિના સુધી રૂમ છોડ્યો ન હતો. આમાં તે પરેશાન થઈ ગયો હતો. તેનું વર્તન પણ બદલાઈ ગયું હતું.

કોરોના સમયે અંકિતની નોકરી જતી રહી હતી. લોકડાઉન દરમિયાન તે ઘરે જ રહ્યો હતો. આ દરમિયાન તે ઘણા કલાકો સુધી મોબાઈલ અને લેપટોપ પર ગેમ રમતો હતો. આ પહેલા પણ તેણે તેના માતા-પિતાને માર માર્યો હતો. તેઓ તેને ગેમ રમવાની મનાઈ કરતા હતા અને ફરીથી નોકરી કરવા કહેતા હતા. એવું માનવામાં આવે છે કે આ વિવાદમાં તેણે બંનેની હત્યા કરી નાખી હતી.

પ્રાપ્ત વિગતો આરોપીની બહેન નીલમે જણાવ્યું કે શનિવારે સવારે તે પિતા લક્ષ્મી પ્રસાદને ફોન કરી રહી હતી, પરંતુ તેનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. ત્યારબાદ પાડોશમાં ફોન કરીને ઘરે જઈને જોવા કહ્યું હતું અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો મેઈન ગેટ ખુલ્લો હતો. દરવાજો ખોલતા જ જોવા મળ્યુ કે જમીન પર પિતાની લાશ પડી હતી, જ્યારે માતા વિમલા દેવી ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. જ્યારે પોલીસ ઘરની અંદર પહોંચી તો તેને એક રૂમમાં નિશાની કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આરોપી પલંગ પર આરામથી બેઠો હતો. માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

પોલિસે જણાવ્યું કે આરોપી પુત્ર અંકિતને માતા-પિતાની હત્યા કર્યાનો કોઈ પસ્તાવો નથી. તે માનસિક રીતે ઠીક ન હતો અને હત્યા બાદ પણ તેણે ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. પોલીસને જોઈને તે હસવા લાગ્યો. પુછપરછ કરતા પહેલા તેણે કંઈ કહ્યું નહીં. પછી કહ્યું- હા, મેં માર્યા છે. તેની બહેન નીલમે જણાવ્યું કે તેનો ભાઈ PUBGનો એડિક્ટ હતો અને તેની માનસિક સ્થિતિ સારી ન હતી. તેનાં પિતા તેને ગેમ રમવાની ના પાડતા હતા અને આ બાબતે અવારનવાર તેમની વચ્ચે ઝઘડો થતો હતો. ગેમ રમવા બાબતે જ તેણે માતા-પિતાની હત્યા કરી હોવાની આશંકા છે.