અજરબેજનમાં બાકુમાં રમાઈ રહેલી ફિડે વિશ્વ કપ ચેસ સ્પર્ધા
લાઈવ રેટિંગમાં વિશ્વનાથ આનંદને પાછળ છોડી વિશ્વમાં સર્વોચ્ચ રેન્ક મેળવનાર ભારતીય ચેસ ખેલાડી બન્યો
શતરંજનું નામ આવે ત્યારે બધાને એક જ ખેલાડીનું નામ યાદ આવે વિશ્વનાથ આનંદ. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન તરીકે રહી ચૂકેલા વિશ્વનાથ આનંદ ટોપ રેંકના ખેલાડી છે. હવે આ રેન્કર્સની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. 17 વર્ષના એક ટીનેજે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથ આનંદને પરસેવો લેવડાવી દીધો છે. શતરંજ કે ખિલાડીનું ટોપ ટેનનું લીસ્ટ બનાવવામાં આવે તો એમાં હવે બે ભારતીયોના નામ વાંચીને ગર્વ થાય એમ છે.
અઝરબેઝાનમાં બાકુમાં રમાઈ રહેલી વિશ્વ કપ ચેસ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન ચેસ પ્લેયર વિશ્વનાથ આનંદને પાછળ છોડી 17 વર્ષીય ડોમ્મારાજુ ગુકેશ નંબર-1 બની ગયો છે. અજરબૈજાનમાં રમાઈ રહેલી ફિડે વિશ્વકપનાં પ્રથમ રાઉન્ડમાં ડી.ગુકેશે જીએમ મિસરતદીન ઈન્કંદરોવ સાથે પોતાની બીજા રાઉન્ડની મેચમાં 2 ગેમ જીતી લીધી છે અને લાઈવ રેટિંગમાં વિશ્વનાથ આનંદને પાછળ છોડી વિશ્વમાં સર્વોચ્ચ રેન્ક મેળવનાર ભારતીય ચેસ ખેલાડી બન્યો છે. ડી.ગુકેશ ગુરુવારે સાંજે પ્રથમ રાઉન્ડમાં સ્કંદરોવ વિરુદ્ધ જીત મેળવી લાઈવ રેટિંગમાં 2755.9 રેટિંગ પર પહોંચી ગયો હતો, જેના કારણે ડી.ગુકેશ આનંદની 2754 રેટિંગથી આગળ નીકળી ગયો છે.
ગુકેશે માત્ર 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. વિશ્વનાથન આનંદના વતન ચેન્નાઈના રહેવાસી ગુકેશે સૌપ્રથમ શાળામાં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. ગુકેશને પ્રથમ મોટી જીત 2018માં મળી હતી. ગુકેશે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીત્યા હતા.
ડી.ગુકેશે ચેસ વિશ્વકપના બીજા રાઉન્ડમાં ગુરુવારે સ્થાનિક દાવેદાર મિસરાતદિન ઈન્સ્કાંદ્રોવને હરાવ્યો હતો, તેને માત્ર 44 ચાલમાં હાર આપી હતી. અને તેણે સ્પર્ધાની વૈશ્વિક સંચાલન સંસ્થા ફિડેની લાઈવ વિશ્વ રેટિંગમાં વિશ્વનાથ આનંદને પાછળ રાખી નંબર-1 ચેસ ખેલાડી બની ગયો છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ 2016માં પેંટલા હરિકૃષ્ણાએ લાઈવ રેટિંગમાં આનંદથી આગળ નીકળી જનાર બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. હરિકૃષ્ણા માત્ર એક જ દિવસ માટે ભારતના નંબર-1 ચેસ ખેલાડી બન્યા હતા. કારણ કે, આનંદે બીજા જ દિવસે પોતાની મેચ જીતી ફરી નંબર-1 બની ગયા હતા. ભારતના નંબર-1 ચેસ ખેલાડીના રૂપે 5 વખત વિશ્વ ચેમ્પિયન બનેલા વિશ્વનાથ આનંદે 1986 બાદ રેટિંગમાં 37 વર્ષ સુધી નંબર-1નો તાજ જાળવી રાખ્યો છે.