ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
ઘટનાની જાણ થતા કંબોલા ગામ સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના કંબોલ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ગર્ડર ટ્રાન્સપોર્ટરથી સેલ્ફ-અનલોડિંગ કરતી વખતે ક્રેન તૂટવાની દૂર્ઘટના સર્જાતા એક શ્રમજીવી મોત થયું મોત થયું હતું, જ્યારે 6 શ્રમજીવી ઇજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા છે. આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે.આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. હાલ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગતો સાંપડી છે. કરજણ પોલીસ પણ ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં એનએચએસઆસીએલના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. આ બનાવને પગલે ઘટનાની જાણ થતા કંબોલા ગામ સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા તેમજ ચકચાર મચી ગઈ હતી.
એનએચએસઆસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, વડોદરા જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વડોદરા પાસે કરજણ તાલુકાનાં કંબોલા નજીક આજે સવારે હાઈ સ્પીડ રેલ કોરીડોરમાં નિર્માણ સ્થળથી એમએએચએસઆરસી-4 પેકેજમાં એક ગર્ડર લોન્ચિંગ ગેન્ટ્રી 14 કિ.મી.ના ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ વડોદરા પાસે નવા લોન્ચિંગ સ્થળે પહોંચાડવામાં આવી રહી હતી. લોન્ચિંગ ગેન્ટ્રીને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ સ્થાન પર સ્થળાંતરિત કરી દેવામાં આવ્યું હતું અને ગર્ડર ટ્રાન્સપોર્ટરથી સેલ્ફ-અનલોડિંગ કરતી વખતે ફ્રન્ટ સપોર્ટના વ્હીલ બેઝ જામ થઇ ગયા હતા. જેના કારણે લોન્ચિંગ ગેન્ટ્રીનો એક ભાગ નમી ગયો હતો. એક શ્રમીક વ્હીલ બેઝની તપાસ કરી રહ્યો હતો ત્યારે તે ફસાઇ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 શ્રમીકોને સામાન્ય ઇજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળેલી માહિતી પ્રમાણે, 1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક લઈ ક્રેન બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.