રોડ ક્રોસ કરતી વખતે થઈ દુર્ઘટનાં, પિતા સાથે ફોન પર વાત કરી હતી કે ‘પપ્પા, અહીં મજા આવે છે.’,
અમેરિકામાં ટૂરિસ્ટ વિઝા પર ગયેલા પાટણનાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યુ છે. પાટણમાં રહેતો દર્શિલ ઠક્કર નામનો યુવાન ત્રણ મહિના માટે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. તારીખ 31 જુલાઈનાં રોજ તે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી 4 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પરથી નીકળી ગયાં હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા દર્શિલનુમ મૃત્યું થયું હતું.
વધુમાં વિગત એવી છે કે પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો, જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો, પરંતુ 31 જુલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. ‘પપ્પા અહીં બહુ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપણે બધાં ફરીથી અહીં ફરવા આવીશું…’ વીડિયો કોલમાં પિતા સાથે વાત કરતાં આ અંતિમ શબ્દો હતા પાટણના દર્શિલના.. વાતચીત પૂર્ણ કર્યા બાદ સિગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું કે રોડ ક્રોસ કરી લઉ, પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં, પણ 14 ગાડી દર્શિલ પરથી નીકળી ગઇ.. આમ, 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોત ભેટ્યો.. જે પાટણથી અમેરિકા ફરવા તો ગયો, પણ પરત ન આવી શક્યો. પિતા સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ જેવો રોડ ક્રોસ કરવા ગયો ને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં 14 જેટલી ગાડીઓનાં ટાયર દર્શિલ પરથી નીકળી ગયાં..