આઈસીસી વનડે રેન્કિંગમાં કોહલી પાછળ ધકેલાયો, રોહિત શર્મા પણ ટોપ-10માંથી બહાર

icc ranking

વન ડે રેન્કિંગમાં કુલદીપ યાદવ 8 રેન્ક ઉપર અને ઈશાન કિશન 15 રેન્ક ઉપર વધ્યા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વનડે રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. વિરાટ કોહલી 8માંથી 9માં નંબરે જ્યારે રોહિત શર્મા 10માંથી 11માં નંબરે પહોંચ્યો છે.

હાલમાં જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ 3 મેચની વનડે સીરીઝ સમાપ્ત થયા બાદ કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો આઈસીસી વનડે રેન્કિંગ ડાઉન થયો છે. બંને બેટ્સમેન સીરીઝમાં માત્ર એક જ મેચ રમ્યા હતા જ્યારે 2માં આરામ કર્યો. એવામાં બંને બેટ્સમેનને એક સ્થાનનું નુકસાન થયું છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વનડે રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. હાલના વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 8માંથી 9માં નંબરે જ્યારે રોહિત શર્મા 10માંથી 11માં નંબરે પહોંચ્યો છે. ગિલ 5માં નંબરેથી સીધો 7માં નંબરે પહોંચી ગયો છે. જ્યારે 5માં નંબરે આયરલેન્ડનો ખેલાડી હેરી ટેક્ટર તો ડેવિડ વોર્નર છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. ઓપનર બેટ્સમેન શુભમન ગિલે વનડે સીરીઝમાં 42ની સરેરાશથી 126 રન બનાવ્યા અને તે બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. જો કે વનડે રેન્કિંગમાં તે ટોપ-5 બેટ્સમેનમાં જગ્યા ન બનાવી શક્યો. ઈશાન કિશન અને કુલદીપ યાદવને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચની વનડે સીરીઝમાં સારા પ્રદર્શનનો ફાયદો મળ્યો છે.
કુલદીપ યાદવ વનડે બોલર્સની યાદીમાં 8 સ્થાન ઉપર ચઢીને 14માં નંબરે પહોંચ્યો છે. કુલદીપે વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટ લીધી હતી. ઈશાન કિશને 15 પોઈન્ટની છલાંગ લગાવીને બેટિંગ રેન્કિંગમાં 45માં નંબરે પહોંચ્યો છે. અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ત્રીજા નંબરે છે તો મોહમ્મદ સિરાઝ ચોથા નંબરે છે.