ભારતીય ઓપનર્સ ઈશાન અને ગિલ વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ વેસ્ટઈન્ડિઝના ત્રિનિદાદ અને ટોબેગો (પોર્ટ ઓફ સ્પેન)ના બ્રાયન લારા એકેડમી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમ એક-એક મેચ જીતી ચુકી છે અને ત્રણ મેચની સીરીઝમાં 1-1થી બરોબરી પર છે. આ મેચ જીતનારી ટીમ સીરીઝ પણ પોતાના નામે કરશે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત તરફથી ઈશાન કિશન અને શુભમન ગિલ ક્રિઝ પર છે. બન્ને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. આ મેચમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડને ઉમરાન મલિકની જગ્યાએ લેવામાં આવ્યો છે, જ્યારે અક્ષર પટેલના સ્થાને જયદેવ ઉનડકટને લેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી આજે પણ હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ કરશે. વિન્ડીઝે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો નથી.
આ સીરીઝની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રન જ બનાવી શકી હતી અને પાંચ વિકેટથી આ મેચ હારી ગઈ હતી. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે મેચ જીતી હતી. હવે ત્રીજી મેચ જીતનારી ટીમ આ સીરીઝ પર કબજો જમાવશે.
ભારત ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.
વેસ્ટઈન્ડિઝ ટીમ: શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), બ્રેન્ડોન કિંગ, કાઇલ મેયર્સ, એલીક એથેનાઝ, શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારિયો શેફર્ડ, યાનિક કેરિયા, ગુડાકેશ મોટી, અલ્ઝારી જોસેફ અને જેડેન સીલ્સ.