8 વર્ષથી ચાલતી આ સ્કૂલને અચાનક સત્ર શરૂ થઈ ગયાં પછી અધવચ્ચેથી રાજપીપલા ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિફ્ટ કરાતા વાલી વિદ્યાર્થીઑમાં રોષ, વાલીઓએ જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર
રાજપીપલા : નર્મદા જિલ્લામાં આવેલા નાંદોદ તાલુકાના માંગરોલ ગામેં ધોરણ 1થી 10ની સીબીએસસી સ્કૂલ વાઇબ્રન્ટ વેવ્સઈ ઇન્ટરનેશનલ એકેડમી નામની સીબીએસસી કાર્યરત છે. આ સ્કૂલને રાજપીપલાની ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મર્જ કરવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.
નર્મદા કાંઠે આવેલ માંગરોળ ગામે છેલ્લા આઠ વર્ષથી વાઇબ્રન્ટ વેવ ઇન્ટરનેશનલ એકેડેમી નામની સ્કૂલ કાર્યરત છે. જે સ્કૂલ નો એપ્લિકેશન નંબર 430 416 છે અને સ્કૂલ કોડ નંબર 11262 છે. આ નામથી સીબીએસસી સ્કૂલ ચાલે છે. તેમાં આજુબાજુના ગામોમાંથી આવતા નર્સરી, એલકેજીયુકેજી ના નાના ભૂલકાઓથી માંડીને ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.
ખાટલે મોટી ખોડ એ છે કે પરંતુ અચાનક માંગરોળ ની આ સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા આ સ્કૂલને માંગરોળથી
રાજપીપળા ખાતે આવેલી ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ માં 3જી ઓગષ્ટથી શિફ્ટ કરવામાં શિફ્ટ કરવાનો નિર્ણય લેતા વાલી વિદ્યાર્થીઑ મૂંઝવણ માં મુકાઈ ગયા છે.જેનો વાલીઑએ વિરોધ દર્શાવ્યો છે અને જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે સીબીએસસી બોર્ડના નિયમ અનુસાર કોઈ પણ સ્કૂલને શિફ્ટ કરવી હોય તો તેની સીબીએસસી બોર્ડની પરવાનગી લેવી પડતી હોય છે.તેમજ શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યારે અધવચ્ચેથી ચાલુ સત્રએ બોર્ડની પરવાનગી વગર શિફ્ટ કરી શકાયનહીં.તેમાટે સીબીએસસી બોર્ડની પરવાનગી લેવી પડે છે પરંતુ વાલીઓના જણાવ્યા અનુસાર મેનેજમેન્ટ દ્વારા બોર્ડની આવી કોઈ પરવાનગી લીધેલ નથી.
પણ મેનેજમેન્ટે પોતાના અંગત સ્વાર્થ માટે આ મનસ્વી રીતે પોતાનો નિર્ણય લીધો છે. અને અધવચ્ચેથી જ શાળાના વિદ્યાર્થીઓને બીજી શાળામાં શિફ્ટ કરવાની કામગીરી કરતા વાલી અને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.. જેને કારણે 165જેટલાં વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની ગયું છે. મેનેજમેન્ટે પોતાના સ્વાર્થ માટે લીધેલા નિર્ણયને વાલી વિદ્યાર્થીઓએ સખત શબ્દોમાં વકોડી કાઢેલ છે. કરવાની કામગીરી પ્રાથમિક જિલ્લા શિક્ષણઅધિકારી તાત્કાલિક કાલિક અસરથી અટકાવે એવી વાલીઑએ માંગ કરી છે. શિક્ષણ કાનૂની ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાયદેસરના પગલાં લેવાની પણ માંગ કરી છે.
વધુમાંવાલી તેજસ પટેલના જણાવ્યા અનુસાર 15દિવસ પહેલા વાલીઑની મિટિંગમાં આ બાબતની જાણ કરી ત્યારે ચોકી ઉઠેલા મોટા ભાગના વાલીઓએ અધવચ્ચેથી રાજપીપલા શિફ્ટ નહીં કરવા જણાવેલ અને જણાવેલ કે આટલુ વર્ષ કાઢી નાખો આવતા વર્ષે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને પોતપોતાની રીતે જે તે સ્કૂલમાં લઈ જશે.એટલું જ નહીં મેનેજમેન્ટે વાલીઓના ઘરે ઘરે જઈને વાલીઓની સહી લેવડાવી છે જેમાના ઘણા વાલીઓએ સહી નથી કરી. એટલુંજ નહીં જો સહી નહીં કરે તો ગરીબ વિદ્યાર્થીઓ માટે આરટી ઈ હેઠળની 25%ફી માફીની સહાય સ્કીમ પણ બંધ કરી દેવાની ચીમકી આપી હોવાનું વાલી જણાવી રહ્યાં છે જેને કારણે વાલીઓ ના આવી નીતિ સામે ભારે રોષ ફેલાયો છે.
વાલીઓએ એવી પણ ફરિયાકે નાના નાના ભૂલકા માટે રોજ અપડાઉન કરવું મુશ્કેલ બની જશે.કારણ કે માંગરોલ ઉપરાંત આજુબાજુ ના ગામડા જેવા કે રામપુરા, ગુવાર,શહેરાવ,લાછરસ, કરાઠા, થરી, નસવાડી, કેવડિયા, ગરુડેશ્વર જેવા ગામોમાથી આવતા વિદ્યાર્થીઓ કેવી રીતે અપડાઉન કરશે? તે વાલીઓમાટે મોટો સવાલ ઉભો થયો છે.
આવેદનપત્ર દ્વારા વાલીઓએ ગીરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ નો સીબીએસઈ એપ્લિકેશન નંબર પણ રદ કરવાની માંગ કરી છે. ખાટલે મોટી વાત તો એ છે કે પ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારી શું આ વાતથી અજાણ છે? છે. પ્રાથમિક જિલ્લા શિક્ષણઅધિકારીએ આ અંગેની કોઈ તપાસ કરી છે?જો આ ગેરકાયદેસર હોય તો તેમની સામે પ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારીએ પગલા કેમ નથી લીધા.? શુંપ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારીની મિલી ભગત છે.? જિલ્લા કલેકટર આ અંગે પગલાં લેશે ખરા?એવી પણ વાલીઓમાં લોક ચર્ચા થઈ રહી છે.
આશ્ચર્ય અને ચોકાવનારી વાત તો એ છે કે મેનેજમેન્ટે વાલીઓને અંધારામાં રાખવાસાદા કાગળ પર સહી સિક્કા વગરનો એક પત્ર વાલીઓને વોટ્સએપ મેસેજ કર્યો છે.જે અધિકૃત નથી જેમાં શરૂઆતમાં શૈક્ષણિક કાર્ય ટ્રાન્સપોર્ટ ભોજન વગેરેની તકલીફ રહેશે.તાત્કાલિક ફરિયાદ લઈને આવવું નહીં જેવી ધમકીની ભાષાના મેસેજ કરવાસામે પણ વાલીવિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.ચાલુ વર્ષથી ધોરણ 1થી 5 માટે ભોજન હોસ્ટેલની સુવિધા બંધ કરવાના નિર્ણય સામે પણ વાલીઓમાં રોષ ફેલાયો છે.શાળાના લેટર પેડ પર અને મેનેજમેન્ટ ના કે પ્રિન્સિપાલ ના સહી સિક્કાકે તારીખ વગરના મેસેજ કરીનેવાલીઓને મૂર્ખ બનાવવા ના પ્રયાસ સામે પણ રોષ ફેલાયો છે.
આ ગામના આગેવાન સદા નન્દ મહારાજે પણ વિરોધ પ્રગટ કરતા જણાવ્યું છે કે મેનેજમેન્ટે ત્રણ ઓગસ્ટ 23ના રોજ આ સ્કૂલને મર્જ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે. તાત્કાલિક અસરથી આ મર્જ કરવાની પ્રક્રિયા બંધ થાય અને બન્ને મેનેજમેન્ટ સામે કાયદેસરના પગલાં લેવાય એવી માંગ કરી છે.
વાલી તેજસ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત ગવર્મેન્ટ એજ્યુકેશન એક્ટ રિઝર્વેશન એક્ટ 1-B સુધારા મુજબ મુજબ ચાલુ સત્રમાં બોર્ડની પરવાનગી વિદ્યાર્થીઓને બીજી શાળામાંમર્જ કરી શકાય નહીં.એ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ એજ્યુકેશન એક્ટ 21-1-C મુજબ પણ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરવી પડે અને પર્સનલ વાલીઓની પૂછપરછ કરવી પડે અને વાલીઓએ લેખિત સંમતિ આપી છેકે કેમ તેમની ખરાઈ પણ કરવી પડે. શુંપ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએઆવી પ્રક્રિયા કરી છે ખરી?
જયારે વાલી વિજય કે પટેલે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિત ફરિયાદ કરી ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન બાળકોનું શૈક્ષણિક સત્રન બગડે અને આ શાળા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન માંગરોલમાં જ ચાલુ રહે એવી ગ્રામજનો અને વાલીઓએ પણ માંગ કરી છે શૈક્ષણિક જગતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણઅધિકારી જયેશ પટેલને પૂછતાં તેમણે પણ આ નિર્ણય ખોટો હોવાનું જણાવી વાલીઓના હીતમાં નિર્ણય લેવા અને ડિઇઓ સાથે ચર્ચા કરવા જણાવ્યું છે.