ઘરની દીવાલો પર ભૂલથી પણ ન લગાવો આવી તસવીરો, તમારી ખુશીઓને લાગી જશે કોઈની નજર

Fengsui

ઘણીવાર એવું બને છે કે સખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. હંમેશા નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  આજકાલ લોકો પોતાના ઘરને સજાવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. જાત-જાતની તસવીરો- પેન્ટિંગ દિવાલોમાં લગાવી દે છે. પરંતુ તે દિવાલોની તસવીરો પણ તમારા માટે બેડલક લાવી શકે છે. ફેંગશુઈ શાસ્ત્ર ચીનનું છે. તે પ્રમાણે જોવા જઈએ તો કેટલીક તસવીરો ઘરમાં લગાવવી પ્રતિબંધિત છે, તો આવો જાણીએ કે કઇ-કઇ તસવીરો ઘરની દિવાલોમાં ન લગાવવી જોઈએ.

સૂર્યાસ્તનો ફોટો

કોઈપણ પહાડ કે દરિયા કિનારે અસ્ત થતો સૂર્ય સુંદર લાગી શકે છે, પરંતુ ભૂલથી પણ આવી તસવીર ઘરમાં ન લગાવો. સામાન્ય જીવનમાં અસ્ત થતો સૂર્ય ક્યારેય શુભ સંકેત આપતો નથી. આવા ચિત્રો આશાને બદલે નિરાશા અને પ્રગતિને બદલે અધોગતિ તરફ દોરી જાય છે.

દરેક રૂમમાં ભગવાનની તસવીર ન લગાવો

ઘણીવાર લોકો ઘરના દરેક ખૂણામાં ભગવાનની તસવીરો લગાવે છે. ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું બિલકુલ યોગ્ય નથી. આમ કરવાથી લાભને બદલે નુકસાન થાય છે. ભગવાનના ચિત્રો માટે યોગ્ય અને પવિત્ર સ્થાન બનાવો.

ત્રણ સભ્યોનો ફોટો

ઘણીવાર લોકો ઘરની દીવાલ પર ફેમિલી ફોટો લગાવે છે, પરંતુ આવા ફોટો લગાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે એક જ પરિવારના ત્રણ સભ્યોની તસવીર ક્યારેય દિવાલ પર ન લગાવો. ફેંગશુઈ અનુસાર એક ફ્રેમમાં ત્રણ લોકોના ફોટો લગાવવા શુભ માનવામાં આવતું નથી.

વહેતા ધોધની તસવીર

પહાડ પરથી પડતો ધોધ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ ફેંગશુઈ અનુસાર આવા ચિત્રને શુભ માનવામાં આવતું નથી. બિનજરૂરી રીતે આવી તસવીરો લગાવવાથી ખર્ચ વધી જાય છે. એવું માનવામાં આવે છે કે ધોધની તસવીર લગાવવાથી જે રીતે પાણી વહે છે, તેવી જ રીતે ઘરમાંથી પૈસા વહેવા લાગે છે.