બાળકોને પૂછ્યું કે શું તમે મોદી જીને જાણો છો? બાળકોએ કહ્યું, હા, અમે તમને ટીવી પર જોયા હતા

બાળકોને પૂછ્યું કે શું તમે મોદી જીને જાણો છો? બાળકોએ કહ્યું, હા, અમે તમને ટીવી પર જોયા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) લોંચ કર્યાના ત્રણ વર્ષ પૂરા થયા તે પ્રસંગે આયોજીત અખિલ ભારતીય શિક્ષણ સમાગમના ઉદઘાટન અગાઉ એક પ્રદર્શનીમાં ભાગ લીધો હતો. વડા પ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉદઘાટન ભાષણ આપતા શિક્ષણ જગતમાં થનારા મોટા પરિવર્તન અંગે ચર્ચા કહી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના 3 વર્ષ પૂરા થવા પ્રસંગે તેમણે દેશભરના બુદ્ધિજીવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે હવે શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવામાં આવી રહ્યું છે. આ માટે પુસ્તકો 22 ભારતીય ભાષામાં હશે. તેનાથી દેશને પણ લાભ થશે. કારણ કે ભાષાની રાજનીતિ કરનારી પોતાની નફરતની દુકાન ચલાવનારના શટર ડાઉન થઈ જશે. આ પ્રસંગે PM મોદીએ નાના બાળકો સાથે વાતચીત કરી હતી. અહીં ઉપસ્થિત નાના બાળકોને જોઈ તેઓ ખૂબ જ ખુશ જોવા મળત હતા. જ્યારે તેઓ નજીક પહોંચ્યા તો બાળકોએ વડા પ્રધાનને નમસ્તે કહ્યું હતું. ત્યારબાદ PM બાળકો સાથે પ્રદર્શનીને જોવા માટે ગયા હતા. આ સમયે તેમણે બાળકોને પૂછ્યું કે શું તમે મોદી જીને જાણો છો? આ અંગે બાળકોએ કહ્યું, હા, અમે તમને ટીવી પર જોયા હતા. આ સાથે PM મોદીએ PM શ્રી યોજના (PM સ્કૂલ ફોર રાઈજીંગ ઈન્ડિયા) અંતર્ગત ફંડનો પ્રથમ હપ્તો જારી કર્યો હતો.