તાજીયા વીજ લાઈનને અડી જતાં 24 લોકોને કરંટ લાગ્યો, 2 નાં મોત અને 4 લોકોની હાલત ગંભીર

Dhoraji-Tajiya

ગુજરાતનાં ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલ તાજીયા વીજ લાઈનને અડી જતા 24 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓનાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા આવ્યા છે. ચાર વ્યક્તિઓ હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ લોકોના ટોળા એકત્રિત થયા હતા. 24 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં મોત થયા છે અને ચાર જેટલા વ્યક્તિઓની તબિયત ગંભીર જણાતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ ધોરાજી પોલીસ અને જીઈબી અધિકારીઓ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ધોરાજી ખાનગી હોસ્પિટલ ખાતે ડેપ્યુટી એસ.પી રત્નો પી.આઈ ગોહિલ પીએસઆઇ જાડેજા સ્ટાફ દોડી ગયો હતો. ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઝુલુસ નીકળી રહ્યું છે. તે સમયે અચાનક ઉપર વીજ વાયરને અઢી જતા કેટલાય લોકો ત્યાં જ રસ્તા પર બેભાન હાલતમાં નીચે પડી જાય છે. લોકોમાં દોડધામ મચી જવા પામી છે. વીજ કરંટ લાગ્યો તેમાં કેટલાય બાળકો પણ જોવા મળી રહ્યા છે.