ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિએ હાર્દિક શ્રદ્ધાંજલી
સપનાઓ એ નથી જે તમને રાત્રે ઉંઘમાં આવે, પરંતુ સપનાઓ એ છે જે તમને રાત્રે સૂવા પણ ના દે.’ -ડૉ. કલામ
મિસાઇલ મેન’ના નામથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ચાર વર્ષ પહેલા27જુલાઈ ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી સમગ્ર વિશ્વ શોકમાં ડૂબી ગયુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ‘સપનાઓ એ નથી જે તમને રાત્રે ઉંઘમાં આવે, પરંતુ સપનાઓ એ છે જે તમને રાત્રે સૂવા પણ ના દે.’ તેમના ઉચ્ચ વિચારો, કઠોર પરિશ્રમ અને કાર્યોને લઇને દુનિયામાં પોતાનું નામ રોશન કરવાનાર ડૉ. કલામે જ્યારે દેશના 11માં રાષ્ટ્રપતિના શપથ લીધા ત્યારે દેશના દરેક વ્યક્તિએ ખુશી મનાવી હતી.
ડૉ. કલામનો જન્મ 15 ઓકટોબર 1931ના રોજ રામેશ્વરમાં થયો હતો. તેમનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો, જેના લીધે હંમેશા તેમણે પોતાના પરિવારને નાની-માટી મુસીબતો સામે ઝઝૂમતા જોયો હતો, જેથી તેઓ બાળપણથી જ સમજદાર બની ગયા હતા. જ્યારે, તેઓ 19 વર્ષના હતા ત્યારે સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધની આગમા બળતુ હતુ. ત્યારે એક છાપામાં વિશ્વયુદ્ધમાં મિસાઇલનો ઉપયોગ કરવા વિશેના સમાચાર વાંચીને તેઓએ એરોસ્પેસ વિશે ભણવાનું નક્કી કર્યુ હતુ. જેના અભ્યાસ માટે મદ્રાસમાં ઈન્સટ્યુટ ઑફ ટેકનોલોજીમાં એડમિશન લઇને એરોનોટીકલ એન્જિનિયરીંગનું ભણ્યા.
અભ્યાસ પૂર્ણ થયા બાદ વર્ષ 1962માં તેઓ ‘ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન’માં જોવ્યા, જ્યા તેઓએ પ્રોજેક્ટ ડાયરેકટર તરીકે ભારતના પહેલા સ્વદેશી ઉપગ્રહ (SLV તૃતીય)નું પ્રક્ષેપણ કર્યુ. મિશાઇલ મેનના જનક તરીકે જાણીતા ડૉ. કલામએ ઇસરોમાં 20 વર્ષ સુધી કામ કર્યુ, બાદમાં રક્ષા સંરક્ષણ તેમજ વિકાસ સંગઠનમાં પણ લગભગ 20 વર્ષ સુધી કામ કર્યુ. ત્યારબાદ તેમણે રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ કામ કર્યુ અને અગ્નિ, પૃથ્વી જેવી મિસાઇલને સ્વદેશી ટેકનિકથી તૈયાર કરી.
18 જુલાઇ 2002માં કલામ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા. કલામને ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી એનડીએ દળના ઉમેદવાર બનાવ્યા, જેનું વિપક્ષની પાર્ટીઓએ પણ સમર્થન કર્યુ. 25 જુલાઇ 2002માં તેમણે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા, તેમજ 25 જુલાઇ 2007ના તેમનો કાર્યકાળ પૂર્ણ થયો. તેમનું જીવનએ દરેક વ્યક્તિ માટે આદર્શરૂપ છે ખાસ કરીને યુવાનો માટે અને હંમેશા રહેશે. તેમના જીવનને પ્રેરણા માનીને જીવનમાં ઉતારવા માટે તેમની આત્મકથા ‘અગનપંખ’ને આત્મસાત કરવી.
તેમનું મૃત્યુ એ દેશ માટે ન પૂર્ણ કરી શકાય તેવી ખોટ છે, શિલોંગ IIMના એક સેમિનાર દરમ્યાન અચાનક પડી જવાથી તેમનુ મૃત્યુ થયુ હતુ. તેમણે સંપૂર્ણ જીવન દેશભક્તિ અને ઉન્નતિ માટે સમર્પિત કરી દીધુ. ડૉ. કલામને સલામ.
તેમનું મૂળ નામ અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર,૧૯૨૧ ના રોજ રામેશ્વરમમાં થયો હતો.માતાનું નામ આશિયામ્મા અને પિતાનું નામ જૈનુલાબ્દીન.પોતાના માતા – પિતાનો પોતાના જીવનમાં શું ફાળો રહ્યો તે વિશે ખુદ કલામે તેમની આત્મકથા ‘વિંગ્સ ઓફ ફાયર’માં વિસ્તૃત વર્ણન કર્યું છે.તેઓ ભારતના રાષ્ટ્રપતિ પદે ઈ.સ. ૨૦૦૨ થી ૨૦૦૦ સુધી બિરાજમાન હતા.તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને ‘જનસામાન્યનાં રાષ્ટ્રપતિ તરીકે લોકચાહના મેળવી.કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ,તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઈજનેરીનો અભ્યાસ મદ્રાસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ( MIT ),ચેન્નઈ ખાતેથી કર્યો હતો.રાષ્ટ્રપતિ બન્યા પહેલા કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્વે સંરક્ષણઅને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ખાતે કાર્યરત રહીભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઈલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.બેલેસ્ટીક મિસાઈલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ ‘મિસાઈલમેન ઓફ ઈન્ડિયા’ તરીકેઓળખાય છે.૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.૧૯૯૮માં તેમણે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.કલામે તેમના પુસ્તક ‘ઈન્ડિયા ૨૦૨૦’માં ભારતને જ્ઞાન – મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.ભારત સરકારે તેમના ઈસરો અને ડી.આર.ડી.ઓ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા.૧૯૯૭માં તેમને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી હતી.મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતેહ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઈ,૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
હિન્દુસ્તાનના પ્રથમ રોકેટ એસએલવે-3ને બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.પોલર સૈટેલાઈટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. હિન્દુસ્તાનના પ્રથમ મિસાઈલ પૃથ્વી મિસાઈલ અને પછી ત્યારબાદ અગ્નિન મિસાઈલને બનાવવામાં પણ ડોક્ટર કલામનુ મુખ્ય યોગદાન રહ્યુ છે.
મિસાઈલ મેનના રૂપમાં ઓળખ બનાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ પાયલોટ બનવા માંગતા હતા. પણ તેઓ પોતાના સપનાના એકદમ નિકટ પહોંચીને ચૂકી ગયા હતા. ઈંડિયન એયરફોર્સમાં એ સમયે 8 સ્થાનો ખાલી હતા અને ઈંટરવ્યુમાં કલામનો નંબર નવમો હતો. કલામે આ વાતનો ઉલ્લેખ પોતાનુ પુસ્તક ‘માય જર્ની ટ્રાંસફોર્મિંગ ડ્રીમ્સ ઈંટ્ર એક્શંસ’ માં કર્યો હતો. મદ્રાસ ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટથી એરોનૉટિકલ ઈંજિનિયરિંગનો અભ્યાસ કરનારા કલામે પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે તેમના ઉપર પાયલોટ બનવાનુ ઝનૂન હતુ. તેમણે લખ્યુ હતુ, ‘મારુ સપનું હતુ કે હવામાં ખૂબ જ ઉંચી ઉડાન દરમિયાન મશીનને કંટ્રોલ કરુ.’
કલામને ઈંટરવ્યુ માટે બે સ્થાનો પરથી કોલ આવ્યો હતો – પહેલો દેહરાદૂનમાં ઈંડિયન એયરફોર્સની તરફથી અને બીજો દિલ્હીમાં ડિફેંસ મિનિસ્ટ્રીના તકનીકી વિકાસ અને ઉત્પાદન નિદેશાલય (DTDP) તરફથી. કલામે લખ્યુ છે કે DTDPનો ઈંટરવ્યુ સહેલો હતો પણ એયરફોર્સનો ઈંટરવ્યુ બોર્ડ કેડિડેટ્સમાં ખાસ પ્રકારની કાબેલિયત બતાડવા માંગતા હતા. ત્યા 25 ઉમેદવારોમાંથી કલામ 9માં નંબર પર રહ્યા. પણ 8 સીટો ખાલી હોવાને કારણે તેમનુ સિલેક્શન ન થઈ શક્યુ.
પોતાના પુસ્તકમાં કલામે લખ્યુ હતુ, ‘હુ એયરફોર્સના પાયલોટ બનવાનો પોતાનુ સપનુ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. ત્યારબાદ હુ ચાલતો રહ્યો અને છેવટે એક ઉભી ચટ્ટાનની પાસે પહોંચી ગયો. છેવટે હું ઋષિકેશ જવા અને નવો રસ્તો શોધ કરવાનો નિર્ણય કર્યો.’
કલામે લખ્યુ છે, ‘જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.’
કલામે પોતાના આ પુસ્તકમાં પોતાના જીવનના મહત્વપુર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.
કલામ સરના જીવન સાથે સંકળાયેલી કેટલીક બાબતો:–
- વર્ષ 2002માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ડૉક્ટર કલામ પ્રથમવાર કેરળ ગયા હતા. તે સમયે કેરળ રાજભવનમાં રાષ્ટ્રપતિના મહેમાન તરીકે બે લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પ્રથમ હતા બૂટ-ચંપલની મરમ્મત કરનાર અને બીજા હતા એક ઢાબાના માલિક… તિરુવનંતપુરમમાં નિવાસ કરતી વખતે આ બંનેની તેમની સાથે મુલાકાત થઇ હતી..
- ડૉ. કલામે ક્યારેય પણ પોતાના પરિવાર માટે કંઇ પણ બચાવીને રાખ્યું નહીં. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા ત્યારે તેમણે પોતાની જમાપૂંજી અને મળતો પગાર એક ટ્રસ્ટના નામે કરી દીધોહતો.. તેમનું કહેવું હતું કે હું દેશનો રાષ્ટ્રપતિ બની ગયો છું એટલા માટે જ્યાં સુધી જીવિત રહીશ સરકાર મારું ધ્યાન રાખશે જ તો મારે પગાર અને જમાપૂંજી બચાવીને રાખવાની શું જરૂર છે…
- ડૉ. કલામ જ્યારે DRDOના ડાયરેક્ટર હતા ત્યારે એક દિવસ એક જુનિયર વૈજ્ઞાનિકે ડૉ કલામ પાસે આવીને કહ્યુ કે મેં મારા બાળકોને વચન આપ્યું છે કે તેઓ તેમને પ્રદર્શન જોવા માટે લઇ જશે એટલા માટે તેમને વહેલા રજા આપવામાં આવે. કલામ સરે ખુશીથી મંજૂરી આપી દીધી. પરંતુ તે જુનિયર વૈજ્ઞાનિક કામમાં એટલા ખોવાઇ ગયા હતા કે તે ઘરે વહેલા જવાની વાત જ ભૂલી ગયા. જ્યારે રાત્રે તેઓ ઘરે પહોંચ્યા તો જાણીને દંગ રહી ગયા કે ડૉ. કલામ સમય પર તેમના ઘરે પહોંચી ગયા અને બાળકોને પ્રદર્શન જોવા માટે પણ લઇ ગયા.
- વર્ષ 2013માં IIT વારાણસીમાં દીક્ષાંત સમારોહમાં તેઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા જ્યાં તેમના માટે સ્પેશિયલ ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્યાંની સામાન્ય ખુરશીઓ કરતા ઘણી મોટી હતી. પરંતુ ડો. કલામે તે ખુરશીમાં બેસવાથી ઇન્કાર કરી દીધો અને ત્યારે જ બેઠા જ્યારે આયોજકોએ બાકી ખુરશીઓની જેમ સામાન્ય ખુરશી મંગાવી.
વર્ષ 1982માં તેઓ DRDOના ડાયરેક્ટર બનીને આવ્યા ત્યારે DRDOની સુરક્ષા વધારવાની વાત ચાલી રહી હતી. તેની ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો, પરંતુ કલામે આ પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. તેમનું કહેવું હતું કે ચાર દિવાલ પર કાચના ટુકડા લગાવવાથી પક્ષીઓ બેસી શકશે નહીં અને તેમને ઇજા થવાની શક્યતાઓ પણ વધી જશે. તેમના આ સંવેદનશીલ વિચારોના કારણે DRDOની દિવાલ પર કાચાના ટુકડા લગાવવામાં આવ્યા નહીં.
- વર્ષ 2002માં ડૉ. કલામનું રાષ્ટ્રપતિ બનવું નક્કી થઇ ચુક્યુ હતું. આ દરમિયાન એક શાળાએ તેમને વિદ્યાર્થીઓનું સંબોધન કરવા માટે આમંત્ત્રિત કર્યા. કોઇ પણ સુરક્ષા લીધા વગર ડૉ. કલામ તે કાર્યક્રમમાં સામેલ થયા. 400 વિદ્યાર્થીઓની સામે ભાષણ આપવા જઇ રહ્યા હતા કે વિજળી ગુલ થઇ ગઇ, આયોજક જ્યાં સુધી કોઇ અન્ય વ્યવસ્થા ઉભી કરે ત્યાં તો ડો.કલામ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયા અને માઇક વગર જ પોતાની વાતો શેર કરવા લાગ્યા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા.
- ડૉ. કલામ બીજાની મહેનત અને કુશળતાની ખૂબ જ પ્રશંસા કરતા અને પોતાના હાથથી બનાવેલ થેન્ક્યૂ કાર્ડ મોકલતા. ડૉ. કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે નમન નારાયણ નામના એક કલાકારે તેમનું સ્કેચ બનાવ્યું હતું અને તેમને મોકલ્યું. ત્યારે ડો. કલામે જાતે બનાવેલું થેન્ક્યુ કાર્ડ અને મેસેજ મોકલ્યો. સ્કેચ કરનાર પણ આશ્ચર્યમાં પડી ગયા કે દેશના રાષ્ટ્રપતિ આ મૈત્રીપૂર્ણ અંદાજમાં તેમની પ્રશંસા કરશે..
- ડૉ. કલામની એક ખાસિયત એ પણ હતી કે તેઓ પોતાના ફ્રેન્ડ્સને નારાજ નથી કરતા. ડૉ. કલામ જ્યારે IIM અમદાવાદના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનીને આવ્યા ત્યારે કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓએ ડૉ. કલામ સાથે લંચ કર્યો અને વિદ્યાર્થીઓની વિનંતી પર તેમની સાથે તસવીર લેવા લાગ્યા. કાર્યક્રમની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આયોજકોએ વિદ્યાર્થીઓને તસીવર લેવાનો ઇન્કાર કર્યો ત્યારબાદ ડૉ. કલામે વિદ્યાર્થીઓને વચન આપ્યું કે કાર્યક્રમ ખતમ થાય ત્યારે હું ત્યાં સુધી જઇશ નહીં જ્યાં સુધી હું તમારા બધાની સાથે મારી તસવીર ન આવી જાય.
ડૉ. અબ્દુલ કલામ મોટાભાગે પોતાના બાળપણનો એક કિસ્સો જણાવતા. ડો. કલામે કહેતા જ્યારે તેઓ આઠ-નવ વર્ષના હતા ત્યારે એક સાંજે તેમના પિતા કામ કરીને ઘરે આવ્યા બાદ ભોજન કરી રહ્યા હતા. થાળીમાં એક બળી ગયેલી રોટલી હતી. રાત્રે કલામે પોતાની માતાને બળેલી રોટલી માટે પિતા પાસે માંફી માંગતા સાંભળ્યું. ત્યારે પિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક જવાબ આપ્યો હતો કે મને બળી ગયેલી રોટલી પણ પસંદ છે. કલામે આ વિશે પિતાને પૂછ્યું તો તેમણે કહ્યુ કે – બળેલી રોટલીઓ ક્યારેય કોઇને નુકશાન નથી પહોંચાડતી પરંતુ કડવા શબ્દ ચોક્ક્સ નુકશાન પહોંચાડે છે. એટલા માટે સંબંધમાં એકબીજાની ભૂલને પ્રેમથી સ્વીકારો અને જે તમને નાપસંદ કરે છે તેમના માટે સંવેદના રાખો.
જેમણે સંપૂર્ણ જીવન દેશભક્તિ અને ઉન્નતિ માટે સમર્પિત કરી દીધુએવા મહાન વિજ્ઞાનિક અને મારા ફેવરિટ વિજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને મારા સો સો સલામ.