સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસ્વાલા સાવરકુંડલા અને લીલીયા તાલુકાના 22 જુલાઈ શનિવારના રોજ વતનનું જતન કાર્યક્રમની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી મહેશ કસ્વાલા એક મંચ ઉપર ઉભા રહીને ચોક્કસ ઈરાદાપૂર્વક એક સમાજને ટાર્ગેટ કરીને નિવેદનો ભાષણમાં આપ્યા, સાવરકુંડલા અનેક પ્રકારની સમસ્યાથી ઘેરાયેલું હતું અમે એના કામના આધારે શરૂ કર્યું અને 1100 જેટલા દબાણો દૂર કર્યા છે, વધુમાં કહ્યું કે એ દબાણની અંદર 90 10 નો રેસીયો હતો જેમાં તેમણે ભાષણમાં ભારપૂર્વક કહ્યું કે આમા તાળીઓ પડવી જોઈએ બીજામાં ના પડે તો કાંઇ વંધો નહી. સમજવા જેવું છે કે 90 10 એટલે શું? તેમણે કોઈ એક સમાજને ટાર્ગેટ કર્યો છે.
ધારાસભ્યશ્રી વધુ સંબોધનમાં કહે છે કે મહેરબાની કરીને આને કોઈ રેકોર્ડ ન કરતા, ચૂંટણીના સમયે જ્યારે હું સુરત અવ્યો મોટાભાગના લોકો હાજર હતા મેં કીધું હતું કે સાવરકુંડલા નો રોડ સારો નહીં હોય તો ચાલશે, એક ખેડૂત નું કામ નહી થાય તો ચાલશે પણ સાવરકુંડલાની મૂળ પીડા થી મારે એને મુક્તિ અપાવી છે 20 વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓની બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી અને સાવરકુંડલાની અંદર કટ્ટરવાદી શિક્ષણ આપવાની જે ખેવના થતી હતી એટલે મારે સાવરકુંડલાને આમાંથી મારે મુક્તિ અપાવી હતી.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક સારા પ્રવક્તા છે તે સાવરકુંડલાના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે તેમણે આવા બેતુકા નિવેદનોથી એક ચોક્કસ સમાજને લાગણી દુભાય છે.