આસપાસના રહેવાસીઓ માટે ફાસ્ટેગ વગરનો રોડ ચાલુ કરવા ટોલ મેનેજરનું આયોજન
ઝાલોદ તાલુકામાં આવેલ વરોડ ટોલ પર ટોલ મેનેજર દ્વારા સ્થાનિક રહેવાસીઓ માટે ગાડીના અવરજવર માટે ફ્રી પાસ કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, ઘણી વાર ફાસ્ટેગ માંથી પૈસા કપાઈ જવાના બનાવો બનતા વાહન ચાલકો દ્વારા ટોલનાકા પર તકરારના બનાવો બનતા હતા તેને લઈ ટોલ મેનેજર દ્વારા વાહનચાલકોના હિતને ધ્યાનમાં રાખી સ્થાનિક રહેવાસીઓના વાહનો માટે ફ્રી પાસ કાઢવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. પરંતુ વાહનચાલકોનો ફ્રી પાસ લેવા માટે ઘસારો વધતા પાસ ખૂટી જતાં જ્યાં સુધી નવાં પાસ પ્રિન્ટ થઇ નહીં આવે ત્યાં સુધી હાલ ફ્રી પાસ કાઢવાનું બંધ કરવામાં આવેલ છે.
ટોલ મેનેજર સાથે ટેલિફોનિક વાત થતાં જણાવ્યું કે સ્થાનિક મુસાફરો વાહન લઈ પહેલા જેમ અવરજવર કરતા હતા તેમજ અવરજવર ચાલુ રહેશે જ્યાં સુધી નવા પાસ પ્રિન્ટ થઈને ન આવે ત્યાં સુધી કોઈ પણ સ્થાનિક વાહનચાલકો પાસે પાસ નહીં હોય તો રોકવામાં નહીં આવે , હાલ કોઈ પણ સ્થાનિકો એ પાસ લેવા દોડાદોડી કરવી નહીં તેમ ટોલ મનેજેરે કહ્યું હતું. કોઈ પણ વાહનચાલકો માટે પાસ કાઢવા માટે કોઈ મુદત બાંધવામાં નથી આવી જેમ જેમ નવાં પાસ પ્રિન્ટ થઈને આવશે તેમ તેમ રૂટિન પ્રમાણે પાસ વાહનચાલકોને આપવામાં આવશે જેથી કોઈ પણ વાહનચાલકો એ ગાડી માટે પાસ કઢાવવા માટે દોડાદોડી કરવી નહીં. જ્યારે નવાં પાસ પ્રિન્ટ થઈને આવશે ત્યારે ફરી સ્થાનિક વાહનચાલકોને ફ્રી પાસ આપવાનું ચાલુ કરવામાં આવશે. હાલ સ્થાનિક વાહનચાલકો માટે પહેલા જેમ અવરજવર કરતા હતા તે પ્રમાણે ટોલ નાકા પરથી અવરજવર કરી સકશે.