વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લીંક – 3 પ્રોજેક્ટ, કેકેવી ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કર્યું
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે સૌરાષ્ટ્રને PMનો પ્રેમ અને સ્નેહ મળ્યો છે. તેમજ રાજકોટને PMએ આપેલું વચન પૂર્ણ કર્યું છે. હીરાસર એરપોર્ટના પરિસરનું નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હીરાસર એરપોર્ટનું નરેન્દ્ર મોદીએ રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું. હીરાસર એરપોર્ટથી રવાના થઈ નરેન્દ્ર મોદી રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં PM મોદીની સભામાં PMએ કેમ છો બધા સુખમાં કહી સંબોધન શરૂ કર્યું છે. તેમજ જણાવ્યું છે કે રાજકોટમાં કોઈ આ સમયે સભા કરવાનું ના વિચારે. રાજકોટે રાજકોટના બધા વિક્રમો તોડી નાખ્યા છે. રાજકોટવાસીઓને બપોરે સુવા જોઈએ. તેમજ PMએ વાવાઝોડા અને પૂરને લઇ સંવેદનના વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જે પણ જરૂર હશે તે પુરી કરશે. બાદમાં કેકેવી ચોક પર ફ્લાયઓવરબ્રિજ સહિત સૌરાષ્ટ્રના 2033 કરોડના કામોનું લોકાર્પણ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
રાજકોટમાં 2033 કરોડના વિકાસના કામોના લોકાર્પણ :
રાજકોટને એરપોર્ટ મળશે મળશે એવા વાયદા પહેલા કરવામાં આવ્યા હતા. પરંતુ આ સપનુ વડાપ્રધાને સાકાર કર્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા 129 કરોડના કામો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને રાજકોટની વિકાસગાથા સતત આગળ વધતી રહેશે.
ઉડે દેશનો સામાન્ય માણસ :
જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, દેશમાં નવો ઇતિહાસ રચી 148 એરપોર્ટ છે. ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 1800 મુસાફરો દર કલાકે આવાગમન કરી શકશે. ટર્મીનલ બિલ્ડિંગમાં રાજકોટના ઐતિહાસિક સ્થળોની ઝાંખી દેખાડવામાં આવી છે. 2014માં ગુજરાત 19 શહેર સાથે જોડાયેલું હતું, જ્યારે આજે 50 શહેર સાથે જોડાયેલું છે. વડાપ્રધાનનો વિચાર છે કે ઉડે દેશનો સામાન્ય માણસ.