અદાણી ટ્રાન્સમિશન એટલે કે Adani Transmission નામ બદલીને અદાણી એનર્જી સોલ્યુશન્સ એટલે કે Adani Energy Solutions નામ રાખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના બોર્ડે આ માટે અગાઉથી જ મંજૂરી આપી હતી.
Adani Group Stock: અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલવામાં આવ્યું છે. કંપનીએ શેરબજારમાં આ અંગે માહિતી આપી હતી. ગુરુવારે કંપનીના શેરની કિંમત રૂપિયા 8.25 એટલે કે 1.01 ટકા ગગડીને રૂપિયા 806.70 રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નામ બદલવાને લીધે શેરધારકોને કોઈ અસર થશે નહીં.