ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
21 November, 2024 -
શાહરુખે ફેમિલી સાથે મતદાન કર્યું, અનેક સેલેબ્સે ઉત્સાહભેર ભાગ લીધો
20 November, 2024 -
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પૈસાની વહેંચણી કરતા ઝડપાયા
19 November, 2024 -
દાહોદ એસઓજીને પાયલોટ પ્રોજેક્ટમાં પોલીસને ૧૭ લાખની કિંમતનો ગાંજાે હાથ લાગ્યો
18 November, 2024 -
ઝારખંડ પોલીસને મળી સફળતા, ટાયર અંદર રૂપિયા, પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ હાથ ધરી
15 November, 2024