ગુજરાત યુનિવર્સિટી ખાતે ૫ વર્ષના ઇન્ટીગ્રેટેડ બી.કોમ.એલએલ.બી.(ઓનર્સ)ના વિદ્યાર્થીઓ માટે ૩ દિવસીય ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન

orientel workshop

સેન્ટર ઓફ એક્સેલન્સ, સ્કૂલ ઓફ લો દ્વારા ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એકસલન્સ, સ્કૂલ ઓફ લો દ્વારા ૩ દિવસના ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેનું ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગરના કુલપતિ પ્રો. ડૉ. એસ. સાંથાકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કાયદા વિષયક બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો ડિપાર્ટમેન્ટમાં આ વર્ષે પ્રથમ વખત ૯૫ વિદ્યાર્થીઓએ ૫ વર્ષના ઇન્ટીગ્રેટેડ બી.કોમ.એલએલ.બી.(ઓનર્સ)માં એડમીશન લીધું છે.
૮મી બેચના વિદ્યાર્થીઓનો આજે પ્રથમ દિવસ હતો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રેરણા મળે તથા તેનું મહત્વ સમજે તે માટે ૩ દિવસનું ઓરીએન્ટેશન વર્કશોપનું વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અલગ અલગ વિષયના ગેસ્ટ સ્પીકર હાજર રહેશે અને વિદ્યાર્થીઓને આ કોર્ષનું મહત્વ સમજાવશે. એટલું જ નહિ, ભવિષ્યની તકો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે.

ડૉ. ભાવેશ ભરાડે કહ્યું કે, પાંચ વર્ષના બી.કોમ.એલએલ.બી.(ઓનર્સ)ના પ્રથમ સેમેસ્ટરમાં ૯૫ વિદ્યાર્થીએ એડમિશન લીધું છે. આજે વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ છે. ત્યારે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસનું મહત્વ, વકીલાતનું મહત્વ સાથે સાથે એલએલ.બી.માં કોમર્સનો જે રોલ રહેલો છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્કશોપ ૨૭ જુલાઈ સુધી ચાલનાર છે, જેમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને ભવિષ્યની તકો વિશે શીખવવામાં આવશે.

આ ઓરિએન્ટેશન વર્કશોપના પ્રથમ દિવસે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિ ત્રિપાઠી, GNLUના કુલપતિ પ્રો. ડૉ. એસ. સાંથાકુમાર, સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર તથા કો- ઓડીનેટર પ્રો. ડૉ. એસ.પી. રાઠોર અને ડિપાર્ટમેન્ટના કો-કોઓર્ડીનેટર ડૉ. ભાવેશ ભરાડ તેમજ ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.