અલ-હિલાલે એમ્બાપ્પેને તેની ક્લબમાં સામેલ કરવા માટે PSGને 3 હજાર કરોડ રૂપિયાની ઓફર કરી

kylian mbappe

એમ્બાપ્પે હાલમાં ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG)નો ભાગ છે.

સાઉદી અરેબિયાની ક્લબ અલ-હિલાલે એમ્બાપ્પેને તેની ક્લબમાં સામેલ કરવા માટે PSGને 300 મિલિયન યુરો એટલે કે 3 હજાર કરોડ રૂપિયાની ઓફર કરી છે. સાઉદી અરેબિયાની ક્લબ અલ-હિલાલે ફ્રેન્ચ સ્ટાર ખેલાડી કાઇલીયન એમ્બાપ્પે માટે વર્લ્ડ રેકોર્ડ ઓફર કરી છે. એમ્બાપ્પે હાલમાં ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG)નો ભાગ છે.
છેલ્લા કેટલાક સમયથી PSG ક્લબ અને એમ્બાપ્પે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. PSG અને એમ્બાપ્પે ​​​​​​ વચ્ચે 2024 સુધીનો કરાર છે. જો એમ્બાપ્પે ​​​​​​ 2024 માં ક્લબ છોડશે નહીં, તો તે ફ્રી એજન્ટ બની જશે. આ સ્થિતિમાં PSGને એક પણ પૈસો નહીં મળે. PSGએ એમ્બાપ્પેને તેના કરારને લંબાવવાની માગ કરી હતી, જે એમ્બાપેએ નકારી કાઢી હતી. હવે PSGએ ટ્રાન્સફર લિસ્ટમાં એમ્બાપ્પે ​​​​​​નું નામ આપ્યું છે, જેનો અર્થ છે કે PSG અન્ય ક્લબો પાસેથી એમ્બાપ્પે માટે બિડ માગી રહી છે.
એમ્બાપ્પે 2018થી PSG ક્લબ સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ ફ્રાન્સની બીજી સૌથી મોટી ક્લબ એએસ મોનાકો સાથે સંકળાયેલા હતા. PSGએ તેને 1400 કરોડ રૂપિયામાં પોતાની ક્લબમાં સામેલ કર્યો હતો. એમ્બાપ્પે PSG ખાતે 5 સિઝન રમ્યા અને કુલ 260 ગોલ કર્યા. આ દરમિયાન એમ્બાપ્પેએ ફ્રાન્સ સાથે 2018માં ફિફા વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ પણ પીએસજીના સ્ટાર સ્ટ્રાઈકર કિલિયન એમબાપ્પેને પોતાની ક્લબમાં સામેલ કરવાની રેસમાં છે. ગયા વર્ષે રિયલ મેડ્રિડે એમ્બાપ્પે ​​​​​​ માટે 180 મિલિયન યુરો એટલે કે રૂ. 1600 કરોડની ઓફર કરી હતી, પરંતુ PSGએ એમ્બાપ્પે ​​​​​​ સાથે કરાર રિન્યૂ કર્યો હતો.