દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ધડાકા સાથે ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.
રોહા ડાયકેમ ૩૫,૦૦૦ સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના ૪ થી ૬ ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા.
દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે.
દહેજની રોહા ડાયકેમમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી , ફાયર, તંત્ર અને પોલીસ દોડતી થઈ
સંબંધિત ન્યૂઝ
-
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
26 December, 2024 -
અમને પેન ડ્રાઈવમાં લગભગ ૪૦૦-૫૦૦ વિઝા મળ્યા : ડિસીપી દેવેશ કુમાર
24 December, 2024 -
“જાે ત્યાં સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઉં! ધારાસભ્ય અમિત શાહનો આ અંદાજ!
23 December, 2024 -
ઉત્તર પ્રદેશ પોલીસે ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઈમને રોકવા પ્રયોગ શરૂ કર્યો
21 December, 2024 -
અમે ભાજપ સાથે આ ઘટના અંગે એફઆઈઆર નોંધાવી હતી
20 December, 2024