લાઉડસ્પીકર મામલો : નિયમો સાથે લાઉડસ્પીકર વાપરવાની પરવાનગી

આજે રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું હતું, જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પૂર્વમંજૂરી મેળવ્યા વિના લાઉડસ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. લાઉડસ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડે છે. સ્થાનિકોને અગવડ પડે એ રીતના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગેની નીતિ જાહેર કરશે. રહેણાક વિસ્તારમાં રાત્રે 45 ડેસિબલ અને દિવસે 55 ડેસિબલથી વધુ મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રહેણાક વિસ્તારમાં 45 ડેસિબલ સુધીનો જ અવાજ પરવાનગી પાત્ર

નોડલ ઓફિસરનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
ડીવાયએસપી કક્ષાના અધિકારી ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓમાં નોડલ ઓફિસર તરીકે કામ કરશે. 16 ઓક્ટોબર 2019એ DySP કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ શહેર અને જિલ્લામાંથી તૈયાર કરવામાં આવ્યું હતું, જેમને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનિંગ 26 ફેબ્રુઆરી, 29 ફેબ્રુઆરી અને 3 માર્ચ એમ ત્રણ ફેસમાં હાથ ધરાઇ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 13 ફેબ્રુઆરી 2020ના રોજ અવાજનું મોનિટરિંગ કરતાં 35 મશીન પણ વસાવવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકારે જિલ્લાદીઠ નિમાયેલા અધિકારીઓનાં નામ અને મોબાઇલ નંબર સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરી છે. બનશે. સવારના 6થી રાતના 10 વાગ્યા સુધી 55 ડેસિબલ સુધીનો અવાજ રહેણાક વિસ્તારમાં પરવાનગી પાત્ર બનશે.