મણિપુરમાં સરકારે હિંસા કરનાર તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં બુધવારે આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા થઈ. આ પછી 8 જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આર્મી અને આસામ રાઈફલ્સની 55 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. 9000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બિરેન સિંહે આજે સવારે એક વીડિયો મેસેજે જાહેર કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.
મણિપુરમાં તોફાનીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ
સંબંધિત ન્યૂઝ
-
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
21 November, 2024 -
શાહરુખે ફેમિલી સાથે મતદાન કર્યું, અનેક સેલેબ્સે ઉત્સાહભેર ભાગ લીધો
20 November, 2024 -
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પૈસાની વહેંચણી કરતા ઝડપાયા
19 November, 2024 -
દાહોદ એસઓજીને પાયલોટ પ્રોજેક્ટમાં પોલીસને ૧૭ લાખની કિંમતનો ગાંજાે હાથ લાગ્યો
18 November, 2024 -
ઝારખંડ પોલીસને મળી સફળતા, ટાયર અંદર રૂપિયા, પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ હાથ ધરી
15 November, 2024