15મી એપ્રિલ પહેલાં સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી હશે તો મિલકતમાં જૂની જંત્રી લાગુ થશે, ચાર મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે…

15મી એપ્રિલ પહેલાં સ્ટેમ્પ્સ ખરીદીને બંને પક્ષોની સહી હશે તો મિલકતમાં જૂની જંત્રી લાગુ થશે, ચાર મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવી શકાશે…

તા.15/04/2023 પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલા હશે. અને તા.15/04/2023 પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલી મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલા) ભાવ મુજબ થતી મિલકતની બજારકિંમત મુજબની સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ.300- થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યૂટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં મજરે ગણવામાં આવશે.
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના જાહેર રજાના દિવસોએ રાજ્યની તમામ 287સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી, 04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના રોજ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.