૨૦૨૨નાં સ્થળોમાં ટાઈમ મેગેઝિને કેરળને એસ્ટ્રાઓર્ડિનારી ડેસ્ટિનેશન ટુ એક્સપ્લોરમાં સ્થાન
અમદાવાદ, ૧૪ ફેબ્રુઆરીઃ કેરળનું પ્રવાસન ક્ષેત્ર નવા પ્રોજેક્ટ, નવી પહેલ અને અનેક એડવેન્ચર એક્ટિવિટી થકી પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર છે.
કેરળના પ્રવાસન ક્ષેત્ર માટે વર્ષ ૨૦૨૨ નોંધપાત્ર સિદ્ધિઓ અને પ્રેરણાદાયી વર્ષ રહ્યું હતું. ટાઇમ મેગેઝિને કેરળને ‘૫૦ એસ્ટ્રાઓર્ડિનરી ડેસ્ટિનેશન ટુ એક્સપ્લોર -૨૦૨૨’ના સ્થળોમાં દર્શાવ્યું છે. કોન્ડેનાસ્ટ ટ્રાવેલરે ૨૦૨૨માં મુલાકાત લેવા માટેના ૩૦ શ્રેષ્ઠ સ્થળોમાંના એક તરીકે કેરળના ‘અયમાનમ ગામ’ને માન્યતા આપી છે. એટલું જ નહીં ટ્રાવેલ એન્ડ લેઝર મેગેઝિન દ્વારા ‘ગ્લોબલ વિઝન એવોર્ડ’ માટે રાજ્યની પસંદગી કરવામાં આવી છે. ટ્રાવેલ પ્લસ લેઝરના વાચકો દ્વારા રાજ્યને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ પસંદ કરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રવાસન મંત્રી શ્રી પી.એ.મોહમ્મદ રિયાસે કહ્યું કે, હવે દરિયાકિનારાના બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી મર્યાદિત રહેશે નહીં. અમે હવે આખા કેરળને એકબીજા સાથે જાેડાયેલા પ્રવાસી આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરવા માંગીએ છીએ, જ્યાં મુલાકાતીઓને વધુમાં વધુ પસંદગીઓ અને વિવિધ અનુભવો મળી શકે. હાઉસબોટમાં રોકાણ હોય કે પછી એડવેન્ચર એક્ટિવિટી અથવા હેરિટેજ અને સાંસ્કૃતિક કેન્દ્રોની મુલાકાત હોય આ બધું કેરળની સફરને વધુ યાદગાર બનાવશે.
તેમણે ઉમેર્યું કે, કેરળમાં લગ્ન સ્થળ અને હનીમૂન માટે સ્વર્ગ તરીકે પ્રમોટ કરવાના ભાગરૂપે શ્રેણીબદ્ધ માર્કેટિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
કેરળના પ્રવાસન અગ્ર સચિવ શ્રી કે.એસ.શ્રીનિવાસે કહ્યું કે, પ્રવાસન ક્ષેત્રમાં ગત વર્ષે કેરળ રાજ્યએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કોવિડના સમય બાદ કેરળ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને ખૂબ વેગ મળ્યો છે. કેરળમાં ખાસ કરીને હાઉસબોટ કારવા લોંજ, જંગલ લોંજ, પ્લાન્ટેશન વિઝીટ, હોમસ્ટે અને આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન તેમજ ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કેરળમાં આવતા પ્રવાસીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરાવશે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારા પ્રયાસો પ્રવાસીઓને વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે તમામ પ્રકારની સુવિધા આપવા માટે સજજ છીએ.
કેરળના પ્રવાસન નિયામક શ્રી પી.બી.નૂહે કહ્યું કે, અમે કેરળના નવા પ્રોજેક્ટ જેમ કે કારવાં ટુરિઝમ “કેરાવન કેરળ” તેમજ બીચ, હિલ સ્ટેશન, હાઉસબોટ અને બેકવોટર સેગમેન્ટને પ્રદર્શિત કરવા માટે અમે વિસ્તૃત યોજનાઓ બનાવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે કેરળના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી પહેલો પણ કરી રહ્યા છીએ. કેરળમાં ગયા વર્ષે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો હતો. કેરળ રાજ્યએ વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ૧.૩૩ કરોડ પ્રવાસીઓની મેજબાની કરી હતી. કોવીડના અગાઉના વર્ષ કરતાં આ સંખ્યામાં ૧.૯૪% જેટલો વધારો નોંધાયો હતો.
ગયા વર્ષે જી્ઇઈઈ્ પ્રોજેક્ટ રાજ્યોના એક ભાગ માળખું જવાબદાર પ્રવાસન પહેલને વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (ઉ્સ્) લંડન ખાતે વૈશ્વિક એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયા ટુડે કેરળને ‘બીગ સ્ટેટ’ શ્રેણીમાં પર્યટન ક્ષેત્રે ટોચના પરફોર્મર તરીકે સ્થાન આપ્યું છે.
ડિસેમ્બર ૨૦૨૨ એપ્રિલ ૨૦૨૩ કોચી મુઝિરિસ બિએનનાલે કલાના જાણકારો તેમજ વિશ્વભરના પ્રવાસીઓ તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. ‘નિશાગંધી ફેસ્ટિવલ’ જેવી પહેલમાં દેશભરના કલાકારો વિવિધ પરંપરાગત કલાકૃતિઓ રજૂ કરશે.
જાન્યુઆરીની શરૂઆતમાં દિલ્હી, ચંદીગઢ, જયપુર અને લખનૌમાં યોજાયેલી મ્૨મ્ ભાગીદારી મીટના પ્રથમ તબક્કાને ઉદ્યોગ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો જે પછી વેપાર મેળાઓમાં સહભાગિતા અને મ્૨મ્ રોડ શોનું આયોજન સહિત ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગનું પણ આયોજન કરવામાં આવશે