- ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ, મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના
- સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ,બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન
- ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ
રાજસ્થાનઃ સુખોઈ-૩૦ અને મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના મુરૈના પાસે ક્રેશ થયા છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં કવાયત ચાલી રહી હતી.
આઈએએફ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં તે જાણવામાં આવશે કે આ વિમાનો વચ્ચે હવાઈ ટક્કર થઈ હતી કે નહીં. અકસ્માત દરમિયાન જીે-૩૦માં બે પાઈલટ હતા, જ્યારે મિરાજ ૨૦૦૦માં એક પાઈલટ હતો. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ૨ પાઇલટ સુરક્ષિત છે, જ્યારે IAFનું એક હેલિકોપ્ટર ટૂંક સમયમાં ત્રીજા પાઇલટના સ્થાન પર પહોંચશે
સુખોઈ-૩૦ અને મિરાજ ૨૦૦૦ એરક્રાફ્ટ શનિવારે સવારે મુરૈના જિલ્લા નજીક ક્રેશ થયા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર શોધ અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, રાજસ્થાનના ભરતપુર શહેરમાંથી એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશના સમાચાર પણ આવી રહ્યા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા કલેક્ટર આલોક રંજન પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આ દુર્ઘટનાનો ભોગ બનેલા બંને ફાઈટર જેટના પાઈલટ વિશે કોઈ સુરાગ મળી શક્યો નથી. તેનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુરૈનમાં અકસ્માત બંને ફાઈટર જેટની ટક્કરથી થયો હોઈ શકે છે, કારણ કે બંને જેટ એક જ જગ્યાએ ક્રેશ થયા છે. નિષ્ણાતોના મતે, પાઇલટે સમજદારીપૂર્વક જેટને જંગલમાં ક્રેશ કર્યું છે. પરંતુ હજુ પણ જાનમાલના નુકસાનની શક્યતા નકારી શકાય તેમ નથી.
બે પાયલટ સુરક્ષિત, ત્રીજાનો બચાવ ચાલુ છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે સુખોઈ-૩૦૦માં બે પાયલટ સવાર હતા. જ્યારે મિરાજમાં ૨૦૦૦માં ૧ પાયલોટ હતો. બંને ફાઈટર જેટ હવામાં અથડાવાને કારણે આ દુર્ઘટના બની હતી કે કેમ તે જાણવા માટે ઈન્ડિયન એરફોર્સ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને પાઇલોટ સુરક્ષિત છે જ્યારે IAF હેલિકોપ્ટર ટૂંક સમયમાં ત્રીજા પાઇલટના સ્થાન પર પહોંચશે.