ઓક્સફેમ રિપોર્ટ અનુસાર ૨૧ અબજાેપતિઓ પાસે ૭૦૦ મિલિયન ભારતીયો કરતાં વધુ સંપત્તિ છે

ઓક્સફેમ રિપોર્ટ અહેવાલ દ્વારા ૨૦૨૦માં ભારતમાં અબજાેપતિઓની કુલ સંખ્યા ૧૦૨ હતી, જે ૨૦૨૨માં વધીને ૧૬૬ થઈ ગઈ છે.

ઓક્સફેમ ઈન્ડિયાના એક નવા રિપોર્ટ મુજબ સૌથી અમીર ૨૧ ભારતીય અબજાેપતિઓ પાસે ૭૦૦ મિલિયન ભારતીયો કરતાં વધુ સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીની શરૂઆતથી લઈને ગત વર્ષે નવેમ્બર સુધી ભારતમાં અબજાેપતિઓની સંપત્તિમાં ૧૨૧%નો વધારો જાેવા મળ્યો છે અથવા વાસ્તવિક રીતે જાેઈએ તો પ્રતિદિન ૩,૬૦૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ઓક્સફેમ ઈન્ડિયાના નવા રિપોર્ટ "સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટઃ ધ ઈન્ડિયા સ્ટોરી" અનુસાર, જ્યારે ૨૦૨૧માં માત્ર ૫% ભારતીયો પાસે દેશની કુલ સંપત્તિના ૬૨% કરતા વધુની માલિકી હતી, જ્યારે નીચેના ૫૦% લોકો પાસે માત્ર ૩% પૈસા હતા.
રિપોર્ટ અનુસાર, ભારતમાં સૌથી ધનિક ૧ ટકા લોકો હવે દેશની કુલ સંપત્તિના ૪૦ ટકાથી વધુની માલિકી ધરાવે છે, જ્યારે બાકીની અડધી વસ્તી માત્ર ૩ ટકા જ ધરાવે છે.
રિપોર્ટના તારણો સોમવારે સ્વિટ્‌ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં ભારતમાં અબજાેપતિઓની કુલ સંખ્યા ૧૦૨ હતી, જે ૨૦૨૨માં વધીને ૧૬૬ થઈ ગઈ છે.
વધુ અહેવાલ અનુસાર
"ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ ૬૬૦ ડોલર બિલિયન (રૂ. ૫૪.૧૨ લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે - એક એવી રકમ જે ૧૮ મહિનાથી વધુ સમય માટે સમગ્ર યુનિયન બજેટને ભંડોળ પૂરું પાડી શકે છે."

વધુ વિશ્લેષણ દર્શાવે છે કે જાે ભારતના અબજાેપતિઓ પર તેમની સંપૂર્ણ સંપત્તિ પર ૨%ના દરે એક વખત ટેક્સ લગાવવામાં આવે તો તે આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષિત વસ્તીને ખવડાવવા માટે રૂ. ૪૦,૪૨૩ કરોડની જરૂરિયાત પૂરી કરશે.
આને ધ્યાનમાં રાખીને ઓક્સફેમ ઈન્ડિયાએ કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણને આગામી કેન્દ્રીય બજેટમાં પ્રોપર્ટી ટેક્સ માટે "પ્રગતિશીલ  કર ઉપાયોં" રજૂ કરવા હાકલ કરી છે.

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બિહારે જણાવ્યું કે,

“ગરીબ અમીરો કરતાં અપ્રમાણસર રીતે વધુ કર ચૂકવે છે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર વધુ ખર્ચ કરે છે. સમય આવી ગયો છે કે ધનવાનો પર ટેક્સ લગાવવામાં આવે અને તેઓ તેમના વાજબી હિસ્સાની ચૂકવણી કરે તે સુનિશ્ચિત કરે. અમે નાણાં પ્રધાનને વેલ્થ ટેક્સ અને વારસાગત કર જેવા પ્રગતિશીલ કર પગલાં અમલમાં મૂકવા વિનંતી કરીએ છીએ જે અસમાનતાનો સામનો કરવામાં ઐતિહાસિક રીતે અસરકારક સાબિત થયા છે."

સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે છે?

રિપોર્ટમાં વિશાળ અસમાનતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કારણ કે તે જણાવે છે કે ૨૦૧૨ થી ૨૦૨૧ સુધીમાં, ભારતમાં માત્ર ૧% વસ્તીએ બનાવેલી સંપત્તિમાંથી ૪૦% ગુમાવી છે અને ૫૦% વસ્તીએ માત્ર ૩% ગુમાવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અમીરો કરતાં ગરીબો અને મધ્યમ વર્ગ પર વધુ ટેક્સ લાદી રહી છે. વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૪.૮૩ લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૬૪% ય્જી્‌ વસ્તીના ૫૦% લોકો દ્વારા જમા કરવામાં આવ્યા છે.

અંદાજને ટાંકીને, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૩% ય્જી્‌ મધ્યમ ૪૦% માંથી આવે છે અને ટોચના ૧૦% માંથી માત્ર ૩% આવે છે.